કચ્છ: પોલીસ પર હૂમલો કરનાર કુખ્યાત આરોપી કાસમ ઝડપાયો - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhuj
  • કચ્છ: પોલીસ પર હૂમલો કરનાર કુખ્યાત આરોપી કાસમ ઝડપાયો

કચ્છ: પોલીસ પર હૂમલો કરનાર કુખ્યાત આરોપી કાસમ ઝડપાયો

 | 10:20 pm IST

જેલમાંથી પેરોલ પર મુક્ત થયાં બાદ નાસતાં ફરતાં અને પોતાને પકડવા આવેલી પોલીસ બબ્બેવાર ઘાતક હુમલાનો પ્રયાસ કરનારાં કાસમ મામદ નોતીયારને પશ્ચિમ કચ્છ પોલીસે આખરે ઝડપી પાડ્યો છે. મારામારી તેમજ પોલીસ પર હુમલામાં નાચતા ફરતા આરોપી પોલીસે ગઢશીશાના જંગલ વિસ્તારમાંથી જડપી પાડવામાં સફળતા મળી છે. પોલીસ માટે પડકાર બની ગયેલ આરોપી કાસમ આખરે કેવી રીતે પકડાયો જુઓ અમારા અહેવાલમાં.

સૌથીપહેલા અમે તમને જણાવીએ કાસમ કોણ છે. કેવો છે તેમનો ગુન્હાહિત ઈતિહાસ? પોલીસ કસ્ટડીમાં ઉભેલો આરોપીનું નામ છે કાસમ મામદ નોતિયારછે. આરોપી નખત્રાણા તાલુકાના ચરખડા ગામનો રહેવાસી છે. વર્ષ ૨૦૧૦માં આરોપીએ તેમના બનેવી હત્યા નીપજાવી દીધી હતી. હત્યા કેસમાં આરોપી કાસમ જૂનાગઢ જેલમાં સજા કાપી રહ્યો હતો. આરોપી કાસમ ૨૫-૧૧-૨૦૧૭ જુનાગઢ જેલમાંથી પેરોલ પર મુક્ત થયા બાદ નાચતો ફરતો હતો. પેરોલ પર મુકત થયા બાદ કુખ્યાત આરોપી કાસમ વિરુધ ત્રણ ગુન્હા નોધાયા છે. જેમાં એક મારામારીનો ગુન્હો તેમજ બે વખત પોલીસ પર હુમલો કરવાની ધટના અંજામ આપ્યો છે.

થોડા દિવસ અગાઉ આરોપી કાસમ ભુજના દિનદયાળ નગરમાં ફરતો હોવાની પોલીસ બાતમી મળી હતી. ભુજ બી,ડીવીજન પોલીસ ટીમ આરોપી પકડવા માટે ગઈ તે દરમિયાન આરોપી કાસમ પોલીસ પર છરી વડે હુમલો કરી દીધો હતો. જેમાં ત્રણ પોલીસ કર્મી ધાયલ થયા હતા. પોલીસ પર થયેલ હુમલાની ઘટના બાદ પોલીસ આરોપી સામે ૩૦૭ હત્યાની કોશિશ હેઠળે ફરિયાદ નોધી આરોપીને જડપી પાડવા માટે ચક્રોગતિમાન કરવામાં આવ્યા હતા. આરોપી શોધખોળ દરમિયાન ફરીવાર આરોપી માનકુવા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મી હુમલા પ્રયાસ કર્યો. પોલીસ સ્વબચાવમાં હવામાં એક રાઉન્ડ ફાયરીંગ કર્યું હતી.

આમ બબ્બેવાર પોલીસ પર હુમલો કરી ફરાર થઇ ગયેલ આરોપી પકડવો પશ્ચિમ કચ્છ પોલીસ માટે પડકાર બની ગયો હતો. કાસમ પકડવા માટે પોલીસે રાત દિવસ એક કરી દીધા. પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા આરોપી પકડવા માટે ૧૫ જેટલી ટીમો બનાવી શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ૪૦ કિલ્લો મીટરના જંગલ અને ડુંગરાળ વિસ્તારમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તે દરમિયાન આરોપી ગઢશીશા જંગલ વિસ્તારમાં છુપાયો હોવાની બાતમી મળતા .જેના આધારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા આરોપી કાસમ નોતિયારને મઉ ગામની સીમમાં બાવળની ઝાડી માંથી છુપાયેલી હાલતમાં જડપી પાડવામાં આવ્યો. આખરે કુખ્યાત આરોપી કાસમ પોલીસ હાથે ઝડપાઈ જતા પશ્ચિમ કચ્છ પોલીસે રાહતનો શ્વાસ લીધો છે.

તેર દિવસ સુધી પશ્ચિમ કચ્છ પોલીસ દોડતી રાખનાર કાસમ ક્યા છુપાયો હતો ?? આરોપી પકડવા માટે પોલીસ કેમ ટુકી પડી રહી હતી ..કારણકે આરોપી કાસમ જંગલ વિસ્તારનો જાણકાર હતો. સતત ૧૩ દિવસ સુધી આરોપી સતત પોતાના સ્થળ બદલી રહ્યો હતો .જેથી આરોપી પકડવા માટે પોલીસ રાત દિવસ એક કરવા પડ્યા. કાસમ પકડવા માટે પોલીસ પગી અને સ્થાનિક માલધારી મદદ લઈને તપાસ હાથ ધરવામાં આવી. જેના આધારે પોલીસ મોટી સફળતા મળી. આખરે કુખ્યાત આરોપી કાસમ આવી ગયો પોલીસ સક્જામાં ..હાલ આરોપી કાસમની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરી રિમાન્ડ અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.