કચ્છના ટુરિઝમને વિશ્વના દરેક ખૂણે ફેલાવવા ગજબનો પ્રયોગ કરાયો, Photos - Sandesh
  • Home
  • Bhuj
  • કચ્છના ટુરિઝમને વિશ્વના દરેક ખૂણે ફેલાવવા ગજબનો પ્રયોગ કરાયો, Photos

કચ્છના ટુરિઝમને વિશ્વના દરેક ખૂણે ફેલાવવા ગજબનો પ્રયોગ કરાયો, Photos

 | 10:12 am IST

હવે બ્લોગ અને ફોટોગ્રાફસ દ્વારા પણ કચ્છ અને ગુજરાતના ટુરિઝમને પ્રમોટ કરાશે. કચ્છમાં એક ઇવેન્ટનુ આયોજન કરાયું હતું, જેમા દેશદુનિયાના જાણીતા ફોટોગ્રાફર અને બ્લોગર કચ્છ આવ્યા હતા અને કેમેરામાં કચ્છની સુંદરતા કેદ કરી હતી. હવે આ જ ફોટોગ્રાફર્સ અને બ્લોગર્સ કચ્છની સુંદરતા વિશ્વના ખૂણેખૂણે પહોંચાડશે.

કચ્છના સફેદ રણ અને ટુરિઝમના પ્રમોશન માટે આમ તો અનેક પ્રયત્ન થયા છે. જેમા વધુ એક પ્રયોગ હાથ ધરાયો. સોશિયલ મીડિયા અને જાણીતા ફોટોગ્રાફર દ્વારા કચ્છની કલા ગ્રામીણ સંસ્કૃતિ અને સફેદ રણને કેમેરામાં કેદ કરી ટુરિઝમ પ્રમોશન માટેનો એક પ્રયત્ન હાથ ધરાયો હતો. ICIT અને ગુજરાત ટુરિઝમના સહયોગથી આ ઇવેન્ટનુ આયોજન કરાયુ હતું. ઇનોવેટીવ કાઉન્સીલ ઓફ ઇન્ડીયન ટુરિઝમ દ્વારા સમગ્ર ભારતમા ટુરિઝમ પ્રમોશન માટે આવી ઇવેન્ટ યોજાય છે. જેની શરૂઆત આજે ગુજરાતથી અને તેના પ્રખ્યાત ટુરિઝમ પોઇન્ટ
કચ્છથી કરાઇ હતી

દુનિયાભરમાં ફરી ત્યાંની સુંદરતા કેમેરામાં કેદ કરી સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચાડવા માટે ગુજરાત ભારત અને વિદેશી પણ ફોટોગ્રાફર કચ્છ આવ્યા હતા. આ બધા કચ્છ પર આફરીન થયા હતા. કચ્છમાં ફોટોશૂટ માટે જેટલી વિવિધતા છે એવી વિશ્વના કોઇ સ્થળે નથી તેવો ભાવ તેમણે વ્યક્ત કર્યો હતો.