કચ્છઃ કચ્છી ભાષાના જાણકાર આતંકી દરિયાઈ રસ્તે ઘૂસવાની ફિરાકમાં - Sandesh
  • Home
  • Bhuj
  • કચ્છઃ કચ્છી ભાષાના જાણકાર આતંકી દરિયાઈ રસ્તે ઘૂસવાની ફિરાકમાં

કચ્છઃ કચ્છી ભાષાના જાણકાર આતંકી દરિયાઈ રસ્તે ઘૂસવાની ફિરાકમાં

 | 12:40 pm IST

પાકિસ્તાન મરીન સિકયુરિટી એજન્સીઓ દ્વારા વારંવાર ભારતીય ફિશિંગ બોટોના કચ્છના જખૌ પાસેથી અપહરણ કરી બોટો લઈ જવામાં આવે છે ત્યારે આ જ બોટોનો ઉપયોગ પાકિસ્તાનમાં કાર્યરત આતંકવાદીઓ ઉપયોગ કરી ભારતમાં પ્રવેશ કરી શકે છે તેવા સુરક્ષા એજન્સીના ઈનપુટ મળતા દરિયાકાંઠા પર તૈનાત સુરક્ષા એજન્સીના જવનો સતof થઈ ગયા છે. કચ્છી ભાષાના જાણકાર આતંકીઓ દરિયાઈ રસ્તે ઘૂસવાની ફિરાકમાં હોવાની બાતમી મળતાં ફીશીગમાં જતી અને આવતી તમામ બોટોની ચકાસણી સઘન કરી દેવામાં આવી છે.

ભારત-પાક વચ્ચે ઉરી હુમલા બાદ સ્થિતિ તંગ બની છે તેના કારણે દેશની સુરક્ષા એજન્સીઓ અત્યંત સતof બની ગઈ છે અને પાક. પે્રરિત કોઈ આતંકવાદી જુથો દ્વારા કાર્યવાહી કરવામા આવે તો તેને ભરી પીવા માટે હાઈએલર્ટ પર છે.તેવા સંજોગોમાં પાકિસ્તાન મરીન સિકયુરીટી એજન્સીની મદદથી ભારતીય જે બોટોનો અપહરણ કરવામા આવ્યા છે તે જ બોટોનો દરિયાઈ રસ્તે ભારતમાં ઘુસવા માટે ઉપયોગ કરવામા આવે તેવી શકયતા હોવાની સુરક્ષા એજન્સીઓએ ઈનપુટ આપ્યા બાદ દરિયાકાંઠા પર સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે.

અત્યારે પોરબંદરના દરિયાકાંઠા પર મરીન કમાન્ડો વાયરલેસ તથા ઈન્સાસ રાઈફલ સાથે ગોઠવી દેવામાં આવ્યા છે અને પોરબંદરથી થતી તમામ ફીશીંગ બોટોની મુવમેન્ટ પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે અને ફીશીંગ બોટોના ડોકયુમેન્ટ વેરીફીકેશન કરવામા આવી રહ્યા છે. આ ઉપરાંત માછીમારોને પણ એક જુથમાં જઈ માછીમારી કરવા માટે તાકીદ કરવામાં આવી છે અને કોઈપણ શંકાસ્પદ હીલચાલ જણાય તો સુરક્ષા એજન્સીને કંઈ રીતે જાણ કરવી તેની જાણકારી આપવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન