Kuwait were all out for 27, while Nepal won by 21 balls
  • Home
  • Sports
  • કુવૈતની ટીમ 27 રનમાં ઓલઆઉટ, નેપાળની ટીમ 21 બોલમાં જીતી

કુવૈતની ટીમ 27 રનમાં ઓલઆઉટ, નેપાળની ટીમ 21 બોલમાં જીતી

 | 7:16 am IST
  • Share

  • કુવૈતની સાત ખેલાડીઓ ખાતું પણ ખોલાવી ના શકી  

  • ઓપનિંગ બેટ્સવુમન પ્રિયદા મુરલીએ હાઇએસ્ટ દસ રન બનાવ્યા

મેન્સ ટી20 ક્રિકેટમાં ચોગ્ગા છગ્ગાની રમઝટ બોલતી હોય છે પરંતુ વિમેન્સ ટી20 વર્લ્ડ કપ ક્વોલિફાયર મુકાબલામાં કુવૈતની ટીમ માત્ર 27 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને તેની સાત ખેલાડી ખાતું પણ ખોલાવી શકી નહોતી. માત્ર એક ખેલાડી બેવડાં આંકનો સ્કોર નોંધાવી શકી હતી.

નેપાળની ટીમે ટાર્ગેટને માત્ર 21 બોલમાં એક વિકેટના ભોગે હાંસલ કરી લીધો હતો. કુવૈતની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને પૂરી ટીમ 15.4 ઓવરમાં 27 રનના સ્કોરે સમેટાઈ ગઈ હતી. ઓપનિંગ બેટ્સવુમન પ્રિયદા મુરલીએ હાઇએસ્ટ દસ રન બનાવ્યા હતા.

ટીમનો સ્કોર એક સમયે ત્રણ વિકેટે 24 રનનો હતો પરંતુ અંતિમ સાત વિકેટ માત્ર ત્રણ રનમાં પડી હતી. ઓફ સ્પિનર સંગીતા રોયે બે રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. 28 રનનો ટાર્ગેટ ચેઝ કરનાર નેપાળની ટીમે એક રનના સ્કોરે પ્રથમ વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ સુકાની રુબિનાએ અણનમ 12 તથા ઇન્દુ વર્માએ અણનમ 13 રન બનાવીને ટીમને નવ વિકેટે વિજય અપાવ્યો હતો.

નેપાળે માત્ર 3.3 ઓવરમાં રનચેઝ કરી લીધા હતા. તેનો ત્રણ મેચમાં બીજો વિજય હતો. કુવૈતની ટીમ તમામ ત્રણેય મેચમાં હારી છે.  

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો