kylie jenner glamorous photographs in social media
  • Home
  • Featured
  • Photos: કોઈ કહી જ ન શકે હોલિવૂડની આ અભિનેત્રી હશે એક પુત્રીની માતા, સ્કિનફિટ ડ્રેસમાં ચલાવ્યો જાદૂ

Photos: કોઈ કહી જ ન શકે હોલિવૂડની આ અભિનેત્રી હશે એક પુત્રીની માતા, સ્કિનફિટ ડ્રેસમાં ચલાવ્યો જાદૂ

 | 7:55 am IST

હોલીવુડની સ્ટાર કાઈલી જેનર તેની હોટ તસવીરોથી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. માત્ર 22 વર્ષની ઉંમરે આ અભિનેત્રીએ મોડલીંગ ક્ષેત્ર, બિઝનેસ ક્ષેત્રે એવી જમાવટ કરી છે કે ભલભલાને તેની ઇર્ષા આવે. એક પુત્રીની માતા હોવા છતાં આજે પણ કોહલી ખુબજ આકર્ષક લાગે છે. આ વખતે કાઈલી તેના ડ્રેસને લઈને ચર્ચામાં છવાયેલી છે.

અમેરિકી રીયાલિટી ટીવી સ્ટાર કાઈલી જેનર ફોર્બ્સ મેગઝીન મુજબ અમેરિકાની સૌથી ઓછી ઉંમરની સેલ્ફ મેડ અબજપતિ છે. હાલમાં તેની મિલ્કત 9૦ કરોડ ડોલર ઍટલે કે આશરે 6120 કરોડ રૂપિયા છે.

કાઈલી દુનિયાની સૌથી ઓછી ઉંમરની અરબપતિ છે. તેની કંપનીએ લગભગ 36 કરોડ ડોલરના ઉત્પાદકો વેચ્યા હતા. ફોર્બ્સએ 2018ની યાદીમાં તેને યંગેસ્ટ સેલ્ફ-મેડ બિલેનિયર જાહેર કરી હતી. આ પહેલા આ એવોર્ડ ફેસબુકના ફાઉન્ડર માર્ક ઝ્કરબર્ગના નામે હતો. તે 23 વર્ષની ઉંમરમાં અબજપતિ બન્યા હતા.

સોશિયલ મીડિયા પર 27 કરોડથી વધુ ફોલોઅર્સ. કાઈલી જેનરના સોશિયલ મીડિયા પર 27 કરોડથી વધુ ફોલોઅર્સ છે.કાઈલીના આ લુકે ઇન્ટરનેટ પર તહેલકા મચાવ્યો છે. રેટ કલરની સ્કિનફિટ ડ્રેસ સાથે મિનિમલ મેકઅપ, રેડ લિપસ્ટિક, રેડ આઈશેડો તેના પર ચાર ચાંદ લગાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન