kylie jenner spend 3 to 4l dollar for security per month
  • Home
  • Entertainment
  • Bollywood
  • વાંચીને ઝાટકો લાગશે, આ હોટ અભિનેત્રી એક મહિનામાં સિક્યોરીટી પાછળ આટલા કરોડ ખર્ચે!

વાંચીને ઝાટકો લાગશે, આ હોટ અભિનેત્રી એક મહિનામાં સિક્યોરીટી પાછળ આટલા કરોડ ખર્ચે!

 | 1:44 pm IST

તમે સાંભળ્યું તો હશે કે હીરો હીરોઈન પોતાના પાછળ ખુબ ખર્ચ કરે છે. પરંતુ એટલો બધો કરે એ જાણીને તમને પણ નવાઈ લાગી શકે છે. કારણ કે અહીં લાખો નહીં પણ કરોડોમાં આકડાં બોલાય છે. વાત છે અમેરિકન કાયલી જેનરની. કે જે મૉડલ છે અને તેને જોઈને લોકો પોતાનો હોશ ભૂલી જાય છે. અદાઓ જોઈને ઘાયલ ઘાયલ થઈ જાય છે. રિયાલિટી ટીવી સ્ટાર જેનરની ફર્મ કાયલી કોસ્મેટિક્સની વેલ્યુએશન 1.2 અરબ ડૉલર છે. જેનર દુનિયાની સૌથી યુવા અબજોપતિ છે. તેની નેટવર્થ 1 અબજ ડૉલરથી વધારે છે.

કાયલીના ફોટો પર દિલજીત દોસાંઝ પણ કોમેન્ટ કરતો રહે છે. કાયલી મૉડલિંગની દુનિયાનું ખુબ મોટું નામ ધરાવો છે. પરંતુ શું તમે વિચાર્યું કે કાયલી જેનરની સિક્યોરિટી પાછળનો ખર્ચ કેટલો થતો હશે. જો આકંડો જાણશો તો મોંમા આગંળી નાખી જશો. કાયલીની માતાએ એક ઈન્ટર્વ્યુમાં કાયલીની સિક્યોરિટી પાછળ થનારા ખર્ચ વિશે વાત કરી હતી. દુનિયાને પણ ત્યારે જ ખબર પડી કે આવું પણ હોય.

કંઈક સવાલ હતો કે, “શું તમારી સિક્યોરિટી તમે જ્યાં જાવ ત્યાં તમારી સાથે જ રહે છે કે કેમ?” તો કાયલીની માતા કેટલીએ કહ્યું, “હા દરેક જગ્યાએ તે અમારી સાથે જ રહે છે. વાતમાં વાત ઉમેરી તેણે કહ્યું કે, “હું શરત લગાવી શકું છું કે, કાયલી એક મહિનામાં પોતાની સિક્યોરિટી પાછળ 3 થી 4 લાખ ડૉલરનો ખર્ચો કરે છે. ટન ઓફ મની. જો ભારતીય કરન્સી પ્રમાણે હિસાબ કરીએ તો 2 કરોડ કરતાં પણ વધુ થાય છે. ઉલ્લેખનીય છે કે, કાયલી જેનરને ફોર્બ્સ 2018ના લિસ્ટમાં યંગેસ્ટ સેલ્ફ-મેડ બિલિયોનર જાહેર કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન