L K Advani's Political Carriar
  • Home
  • Featured
  • ભાજપને ઝીરોમાંથી હીરો બનાવનારા એલ કે અડવાણી આજે ક્યાં?

ભાજપને ઝીરોમાંથી હીરો બનાવનારા એલ કે અડવાણી આજે ક્યાં?

 | 4:42 pm IST

લાલકૃષ્ણ અડવાણી આજે ભારતીય જનતા પાર્ટીના સૌથી વરિષ્ઠ નેતાઓમાંના એક છે. પણ હવે તેમની વરિષ્ઠતા માત્ર ઉંમર અને પાર્ટી સાથેના જોડાણના વર્ષો બાદ મર્યાદીત બની ગઈ છે. એક સમયે ઉપમુખ્યમંત્રી રહી ચુકેલા અને વડાપ્રધાન પદના દાવેદાર તરીકે જોવામાં આવનારા અડવાણીની આજે ભાજપમાં સાંસદને લાયક પણ નથી રહી ગયાં. 2019માં લોકસભાની ચૂંટણીમાં ભાજપે તેમની બેઠક ગાંધીનગરથી અમિત શાહને લડાવવાની જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાતના ગાંધીનગરની બેઠક પરથી અડવાણી 6 વાર સાંસદ રહી ચુક્યાં છે. હવે અડવાણી ભાજપમાં માર્ગદર્શક કમિટીમાં શામેલ કરવામાં આવ્યા છે. પરંતુ આ વખતે ટિકીટ ના આપીને લાગે છે કે ભાજપ તેમને સંપૂર્ણ રાજનૈતિક સંન્યાસ આપવવાના મૂડમાં છે.

આ એજ અડવાણી છે કે જેમણે 1984માં બે બેઠકો પર સમેટાઈ ગયેલી ભારતીય જનતા પાર્ટીને નવજીવન બક્ષ્યું. પહેલા પાર્ટીને ભારતના રાજકારણના કેન્દ્રમાં પહોંચાડી અને ત્યાર બાદ 1998માં પહેલીવાર પાર્ટીને દિલ્હીની સત્તા સુધી પહોંચાડી દીધી. ભાજપને ઝીરોમાંથીએ હીરો બનાવવામાં એલ કે અડવાણીની ભૂમિકા ઘણી જ મહત્વની રહી.

જોકે અડવાણીને લઈને કેટલાક વિવાદો પણ રહ્યાં. અડવાણી પાકિસ્તાનના સંસ્થાપક મોહમ્મદ અલી ઝીણાની કબર પર જતા ભારે વિવાદ થયો હતો. કહેવાય છે કે આ ઘટના બાદ અડવાણીનું રાજકીય કદ ઘટવા લાગ્યું. ભાજપ જ નહીં આરએસએસમાં પણ તેમનો પ્રભાવ ઘટ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન