NIFTY 9,491.25 -20.15  |  SENSEX 30,834.32 +-123.93  |  USD 64.5500 +0.03
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • લા લીગા ટાઇટલ જીતવાથી રિયલ મેડ્રિડ એક ડગલું દૂર

લા લીગા ટાઇટલ જીતવાથી રિયલ મેડ્રિડ એક ડગલું દૂર

 | 2:35 am IST

વિગો, તા. ૧૮

ક્રિસ્ટિયાનોના રેકોર્ડ બ્રેક ગોલની મદદથી રિયલ મેડ્રિડે સેલ્ટા વિગોને ૪-૧થી કચડી નાખી લા લીગામાં ટોચનું સ્થાન મેળવી લીધું છે અને પાંચ વર્ષ બાદ આ ટાઇટલ જીતની નજીક પહોંચ્યું છે. આ જીત સાથે રિયલ મેડ્રિડના ૯૦ પોઇન્ટ થઈ ગયા છે જ્યારે બાર્સેલોના ૮૭ પોઇન્ટ સાથે બીજા ક્રમે છે. બંને ટીમોને હવે ૧-૧ લીગ મેચ રમવાની છે. રિયલ મેડ્રિડ હવે અંતિમ લીગમાં મલાગા સામે ડ્રો કરે તો પણ ટાઇટલ જીતી જશે. ઉલ્લેખનીય છે કે, સેલ્ટા વિગો અને રિયલ મેડ્રિડ વચ્ચે આ મુકાબલો ગત ફેબ્રુઆરી મહિનામાં યોજાનાર હતો પરંતુ તે વખતે વાવાઝોડાને કારણે સ્ટેડિયમની છત તૂટી ગઈ હતી જેને કારણે મેચ પોસ્ટપોન કરાઈ હતી જે બુધવારે રાત્રે રમાઈ હતી.   મેચની ૧૦મી મિનિટે જ રોનાલ્ડોએ ગોલ કરી રિયલને ૧-૦ની લીડ અપાવ્યા બાદ બીજા હાફમાં ૪૮મી મિનિટે પોતાનો અને ટીમનો બીજો ગોલ કર્યો હતો. ૬૨મી મિનિટે સેલ્ટા વિગોના લાગો એસ્પાસને બીજી વખત યલો કાર્ડ દર્શાવાતાં મેદાનની બહાર જવું પડયું હતું જેને કારણે સેલ્ટા વિગોને તે પછી ૧૦ ખેલાડીઓ સાથે રમવું પડયું હતું. મેચની ૬૯મી મિનિટે સેલ્ટા વિગો તરફથી ગ્યુડેટ્ટીએ ગોલ કરી લીડ ઘટાડી હતી પરંતુ તેની બીજી જ મિનિટે કરીમ બેન્ઝેમાએ ગોલ કરી રિયલને ૩-૧થી આગળ કરી દીધું હતું. મેચ અંતિમ મિનિટોમાં પહોંચી ત્યારે ટોની ક્રૂસે ૮૮ મિનિટે ગોલ કરી રિયલ મેડ્રિડને ૪-૧થી વિજય અપાવ્યો હતો.

રોનાલ્ડોએ ગ્રેવેસનો ૪૬ વર્ષ જૂનો રેકોર્ડ તોડયો  

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ સેલ્ટા વિગો સામે બે ગોલ કરવાની સાથે યુરોપની ટોચની પાંચ લીગમાં સૌથી વધુ ગોલનો ૪૬ વર્ષ જૂનો જિમ્મી ગ્રેવેસનો રેકોર્ડ તોડયો હતો. રોનાલ્ડોએ ઇંગ્લેન્ડની માન્ચેસ્ટર યુનાઇટેડ તરફથી ૮૪ ગોલ જ્યારે સ્પેનની રિયલ મેડ્રિડ તરફથી રમતાં ૨૮૪ ગોલ મળી કુલ ૩૬૮ ગોલ સાથે નંબર વન ખેલાડી બની ગયો હતો. ગ્રેવેસે ૧૯૫૭થી ૧૯૭૧ દરમિયાન ૩૬૬ ગોલ કર્યા હતા.

;