laal-chai-bengal-famous-tea-beneficial-for-health no gas problem
  • Home
  • Corona live
  • ઔષધીય ગુણોથી ભરપૂર છે આ ‘ચા’, નહીં થાય ગેસની સમસ્યા

ઔષધીય ગુણોથી ભરપૂર છે આ ‘ચા’, નહીં થાય ગેસની સમસ્યા

 | 11:00 am IST

કોરોનાના કહેર વચ્ચે લોકો પરેશાન છે. જેના કારણે લોકો ઘરે અવનવા ઉપાય કરે છે તો આજે અમે તમારા માટે એક ચા લઇને આવ્યા છીએ. જે ઔષધિય ગુણોથી ભરપૂર છે. આ ચાને તેના રંગના કારણે લાલ ચા કહેવામાં આવે છે. તેને બંગાળમાં ખૂબ બનાવવામાં આવે છે કારણકે તેનાથી ગેસની બિલકુલ પણ સમસ્યા થતી નથી.

બનાવવાની રીત

સૌ પ્રથમ એક મીડિયમ આંચમાં એક પેનમાં પાણી ઉકાળવા માટે રાખી લો. તેમા આદુ, ચાનો મસાલો, ખાંડ અને તુલસીના પાન ઉમેરી લો. હવે તેમા 2-3 મિનિટ સુધી ખૂબ ઉકળવા દો. તે બાદ તેમા ચા પત્તી ઉમેરીને તેનો કલર આવે ત્યા સુધી લગભગ 1-2 મિનિટ સુધી રહેવા દો. હવે આંચ બંધ કરી લો. અને તેને કપમાં ગાળી લો. બન્ને કપમાં અડધી ચમચી લીંબુનો રસ ઉમેરી લો. હવે એક ચપટી સંચળ ઉમેરી લો અને તેને બરાબર મિક્સ કરી લો. તૈયાર છે લાલ ચા…

નોટ – તમે ઇચ્છો તો ખાંડની જગ્યાએ મધનો ઉપયોગ કરી શકો છો.
– શુગરના દર્દીઓએ ખાંડ વગર પીવી જોઇએ. ખાંડ વગર પણ આ ચા વધારે સારી લાગે છે.

આ પણ જુઓ :અમદાવાદમાં કોરોના વાયરસના વધુ 4 પોઝિટિવ કેસ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન