laal singh chaddha team aamir khan kareena kapoor kiran rao celebration
  • Home
  • Featured
  • લાલ સિંહ ચડ્ઢાની ટીમે ચંડીગઢમાં કરી પાર્ટી, આમિર-કિરણ, કરીનાએ મનભરીને કર્યુ એન્જોય

લાલ સિંહ ચડ્ઢાની ટીમે ચંડીગઢમાં કરી પાર્ટી, આમિર-કિરણ, કરીનાએ મનભરીને કર્યુ એન્જોય

 | 12:33 pm IST

બોલિવુડ એક્ટર આમિર ખાન અને એકટ્રેસ કરીના કપૂર હાલ તેની નવી ફિલ્મ લાલ સિંહ ચડ્ઢાના શૂટિંગમાં વ્યસ્ત છે. હાલ આ ફિલ્મનું શૂટિંગ ચંડીગઢમાં થઈ રહ્યું છે. શૂટિંગ દરમિયાન પુરી ટીમે નાઈટ સેલિબ્રેશન કર્યુ અને ભરપુર આનંદ માણ્યો એક સરખુ કામ કરીને થાકી કે કંટાળી જવા કરતા આવા કાર્યક્રમ કે પાર્ટી યોજવાથી કામ કરવામાં એક નવો જોશ આવે છે.

પાર્ટીમાં આમિર ખાનની પત્ની કિરણ રાવે લાલ સિંહ ચડ્ઢાની ટીમને જોઈન કર્યુ. પાર્ટીની તસવીરો સોશિયલ મીડિયા પર ધુમ મચાવી રહી છે. ફેનપેજ પર આ પાર્ટીની તસવીરો શેર કરવામાં આવી છે.

ચંડીગઢમાં ઠંડીની શરૂઆત થઈ ચુકી છે. આનો અંદાજ તમને સેલેબ્સ નાઈટ પાર્ટીમાં પહેરેલા ગરમ કપડા પરથી મેળવી શકો છો. પાર્ટીમાં કરીનાએ લેધરનું જેકેટ કેરી કર્યુ છે જે તેને વધારે આકર્ષક બનાવી રહ્યુ છે. ફિલ્મના બીજા ક્રુ મેમ્બર પણ પાર્ટીમાં મજા કરી રહ્યા હતા. કિરણ રાવના ચહેરા પર ખુશી માતી ન હતી.

લાલ સિંહ ચડ્ઢામાં લીડ રોલ નિભાવી રહેલ આમિર ખાન કેપ લગાવી ફરતો હતો. બ્લેક જેકેટ અને યેલો ટ્રાઉઝર તેને અલગ ઓપ આપી રહ્યો હતો. પાર્ટીમાં કરીનાની મેનેજર પૂનમ દમાનિયા અને તેની હેર સ્ટાઇલિસ્ટ પોમ્પી હંસ પણ સાથે હતી.

થોડા દિવસ પહેલા ફિલ્મના સેટ પર કરીના કપૂરની કેટલીક તસવીરો લીક થઈ હતી. જેમાં સલવાર શૂટ પહેરીને કરીના સિંપલ લુકમાં નજર આવી રહી હતી. આમિર ખાનનો લુક પણ વાયરલ થયો છે. તે લાઈટ પર્પલ કલરની પાઘડી અને ફોર્મલ શર્ટ પેન્ટમાં નજર આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન