Labor Contractor Suicide Because Of Builder and Two Other
  • Home
  • Ahmedabad
  • અમદાવાદ: બે બિલ્ડરોના ત્રાસથી લેબર કોન્ટ્રાકટરે કરી આત્મહત્યા

અમદાવાદ: બે બિલ્ડરોના ત્રાસથી લેબર કોન્ટ્રાકટરે કરી આત્મહત્યા

 | 11:14 pm IST

જુહાપુરામાં બે બિલ્ડરો અને બોપલ દિલ્હી પબ્લીક સ્કૂલના હેડ દ્વારા લેબર કોન્ટ્રાકટર પાસેથી કામ કરાવીને નાણાં નહીં આપતા કંટાળીને ખેરપુરમાં આત્મહત્યા કરી લીધી છે. લેબર કોન્ટ્રાકટર ખોડાભાઈ પરમારે લખેલી ચિઠ્ઠી વાડજ પોલીસે કબજે લીધી છે, જેમાં ગાંધીનગર હાઈવે ખેરપુર પાસે આવેલી દીલ્હી પબ્લીક સ્કૂલના હેડ શેખરભાઈ અર્ચી, જુહાપુરામાં ઈમાદ ટાવર બાંધનાર જેકીભાઈ મેમણ અને ફજલભાઈ મેમણને જવાબદાર ગણવા જણાવ્યુ હતુ.

વાડજ પોલીસે દીલ્હી પબ્લીક સ્કુલના હેડ સહિત ત્રણ જણા સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. જુના વાડજ વિસ્તારના પૃથ્વી એપાર્ટમેન્ટમાં રહેતા પારૂલબેન ખોડાભાઇ પરમારે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમાં જણાવાયુ છે કે તેમના પતિ ખોડાભાઇ લેબર કોન્ટ્રાક્ટનુ કામ કરે છે. ચાર વર્ષથી જુહાપુરાના ઇમાદ ટાવરના બિલ્ડર જેકીભાઇ તથા ફઝલભાઇ મેમણની સ્કીમનુ લેબરકામ કર્યાના નાણાં પેટે તેમણે બે ફલેટોના એલોટમેન્ટ લેટર કર્યા હતા, પરંતુ તે ફલેટો કબ્જો કે ચાવી આપતા નહોતા. આ ઉપરાંત દીલ્હી પબ્લીક સ્કુલના હેડ શેખરભાઇ અર્ચી કે જેઓ ગાંધીધામ રહે છે. તેમની સ્કુલ અમદાવાદ -ગાંધીનગર હાઇવે ખેરપુર રોડ પર આવેલી છે. તે સ્કુલના લેબર કોન્ટ્રાકટર ખોડાભાઇ પરમાર હતા તે પેટેના ૧૮ લાખ રૃપિયા લેવાના હતા. તેમની પાસે અનેકવાર ઉઘરાણી કરી હોવા છતાં પૈસા આપતા નહોતા.

આ અંગે તેમની પત્ની પારૂલબેનને વાત કરી હતી. ખોડાભાઇ પરમાર બિલ્ડરો અને સ્કુલના હેડ પાસે ગુરૃવારે કરવા ગયા હતા. પરંતુ બંન્નેમાંથી એક પણ પાર્ટીએ નાણાં ન આપતાં કંટાળી ગયા હતા. તેમણે વ્યાજે પૈસા લીધા હતા. તેથી તેઓ સમયસર પૈસા આપી શકતા નહોતા. જેથી પતિ-પત્ની ગુરૃવારે સુઇ ગયા હતા. શનિવારે સવારે ૬ વાગે પારૂલબેન ઉઠીને જોતાં રસોડાતા તેમના પતિએ ખોડાભાઇએ સીલીગ ફેન સાથે લટકીને આત્મહત્યા કરી લીધી હતી. તેમના પતિને જાતિવિષયક ગાળો પણ બોલતા હતા. આ અંગે વાડજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.