Labour Ministry Proposes 12 Working Hours in OSH Code Passed by Lok Sabha
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • લોકોએ 1 દિવસમાં ઓફિસમાં કેટલા કલાક કામ કરવું જોઈએ? મોદી સરકારે બનાવ્યા નિયમો

લોકોએ 1 દિવસમાં ઓફિસમાં કેટલા કલાક કામ કરવું જોઈએ? મોદી સરકારે બનાવ્યા નિયમો

 | 9:13 am IST
  • Share

મોદી સરકારે (Modi Government) કામના કલાકો (Working Hours) ને લઈને મહત્વના સુધારા કર્યા છે. શ્રમ અને રોજગાર મંત્રાલય (Labour Ministry)એ સંસદ (Parliament) માં પસાર કરેલા એક બિલમાં કામના કલાક વધારવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે નવા પ્રસ્તાવ પ્રમાણે એક દિવસમાં વ્યક્તિએ મહત્તમ 12 કલાક કામ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. વર્તમાન સમયમાં પ્રતિદિન મહત્તમ 8 કલાક કામ કરવાની જોગવાઈ છે.

શ્રમ અને રોજગાર મંત્રાલયે વ્યવસાયિક સુરક્ષા, સ્વાસ્થ્ય (Health) , તેમજ કાર્ય શરત (Occupational Safety, Health and Working Conditions) એટલે કે OSH કોડ 2020ના નિયમો હેઠળ આ પ્રસ્તાવ મૂક્યો છે. નવા કામના સમયગાળા વચ્ચે ટૂંકા ગાળાની રજા પણ શામેલ છે. જો કે, 19 નવેમ્બર 2020ના રોજ જાહેર કરાયેલા આ ડ્રાફ્ટમાં, સાપ્તાહિક કામના કલાકો 48 કલાક યથાવત રાખવામાં આવ્યા છે. વર્તમાન જોગવાઈઓમાં અઠવાડીયે 8 કલાકના હિસાબે 6 દિવસનો હોય છે, જેમાં એક દિવસ રજા હોય છે. પરંતુ 12 કલાક કામની સ્થિતિમાં અઠવાડિયામાં 2 રજાઓ આપવાની જોગવાઈ રહેશે.

વરિષ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે, આ જોગવાઈ ભારતની પ્રતિકૂળ આબોહવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે, જ્યાં કામ આખા દિવસમાં વહેંચાયેલું હોય છે. જેથી શ્રમિકોને ઓવરટાઇમ ભથ્થાના માધ્યમથી વધુ કમાણી કરવામાં સરળતા રહેશે. અધિકારીએ એમ પણ કહ્યું હતું કે, અમે ડ્રાફ્ટ નિયમોમાં જરૂરી જોગવાઈઓ કરી છે, જેથી આઠ કલાકથી વધુ કામ કરતા તમામ કામદારો ઓવરટાઇમ મેળવી શકે.

ઓવરટાઇમમાં મેળવે છે લાભ

OSH સંહિતાના ડ્રાફટના નિયમો અનુસાર, કોઈપણ દિવસે ઓવરટાઇમની ગણતરી કરવામાં 15થી 30 મિનિટ સમય ગણવામાં આવશે. વર્તમાન સિસ્ટમ હેઠળ, 30 મિનિટથી ઓછા સમયને ઓવરટાઇમ તરીકે ગણવામાં આવતો નથી.

48 કલાકથી વધુ કામ નહીં

આ ડ્રાફ્ટમાં નિયમ આપવામાં આવ્યો છે કે, કોઈ પણ શ્રમિક કોઈ પણ સંસ્થામાં અઠવાડિયામાં 48 કલાકથી વધુ સમય માટે કામ કરવાની જરૂર રહેશે નહીં કે તેને આમ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. કામના કલાકોની ગોઠવણ એવી રીતે કરવી જોઈએ કે વિશ્રામ માટેના બ્રેક સમય સહિત, કોઈપણ દિવસે કામના કલાકો 12થી વધુ ન હોવા જોઈએ.

શ્રમિકોની અનુકૂળતા મહત્વની

આ નવા ડ્રાફ્ટ અનુસાર કોઈપણ વ્યક્તિ ઓછામાં ઓછા અડધા કલાકના બ્રેક વગર પાંચ કલાકથી વધારે સતત કામ કરશે નહીં. અઠવાડિયાના હિસાબે દરરોજ કામના કલાક એ રીતે નક્કી કરવાના રહેશે કે આખા અઠવાડીયામાં 48 કલાકથી વધારે ના થાય.

ઉલ્લેખનીય છે કે, હાલમાં જ કેન્દ્રીય શ્રમ તેમજ રોજગાર મંત્રાલયે સામાજિક સુરક્ષા સંહિતા 2020ના ડ્રાફ્ટ એક્ટને સૂચિત કરી વાંધા અને સૂચનો માંગવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન