Lachadi village in Mehsana Holi Celebration, People walk on Holi Angara A belief that is 250 years old
  • Home
  • Featured
  • અંધશ્રદ્ધા કહો કે શ્રદ્ધા મહેસાણાના આ ગામમાં હોળીના અંગારા પર ચલાય છે, 250 વર્ષ જૂની છે આ એક માન્યતા

અંધશ્રદ્ધા કહો કે શ્રદ્ધા મહેસાણાના આ ગામમાં હોળીના અંગારા પર ચલાય છે, 250 વર્ષ જૂની છે આ એક માન્યતા

 | 10:27 am IST

મહેસાણાના વિસનગર તાલુકામાં આવેલ લાછડી ગામે હોળીના તહેવારની ઉજવણી અનોખી પ્રથા જોવા મળે છે. લાછડી ગામે હોળી દહન પછી જે અંગારા બને છે તેના પર ગામના યુવાનો ખુલ્લા પગે ચાલે છે. આ પરંપરા 250 વર્ષ જૂની હોવાની એક માન્યતા છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, ભારતભરમાં હોળીની ખુબ જ ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે પણ આ હોળીનું ખુબજ મહત્વ રહેલું છે અને અનેક વિસ્તારોમાં આજે પણ જૂની પરંપરા મુજબ હોળી ની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજે આપણે વાત કરી રહ્યા છીએ. મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના લાંછડીમાં આપણ કે કોઈ કહે કે તમારે સળગતા અંગરા પર ચાલવાનું છે તો તમે કદાચ ના પાડી દેશો પણ આ ગામમાં લોકો હોળીના દિવસે પોતાના મનથી સળગતા અંગરા ચાલે છે અને આ લોકોને અત્યાર સુધી કદી પણ પગ દાઝ્યા નથી, ના કે કદી કોઈ પ્રોબ્લમ થયો છે.

આ પરંપરા વિષે ગામના લોકોનું કહેવું છે કે આ પ્રથા વર્ષોથી ચાલે છે, અંગાર પર ચાલવા પાછળ શું કોઇ ઇતિહાસ છે કે નહીં તેની ગામના કોઇને જાણકારી નથી પરંતુ પેઢીદર પેઢી આ પ્રથા ચાલી આવે છે. હોળીના દહન પછી પડેલા અંગારામાં ચાલવાનો વિચાર માત્રથી આપણા રૂવાંડા ઉભા થઇ જાય છે, ત્યારે લાછડી ગામે હોળીના દહન પછી જે અંગારાઓ પડે છે તેના પર ખુલ્લા પગે ચાલવાની પરંપરા છે. આ પરંપરાને નિહાળવા માટે લોકો દુરદુરથી આવે છે. અહી હોળીના દિવસે અંગારા પર લોકો ચાલે તો પણ જરા પણ દાઝતા નથી. આ પ્રથા વર્ષોથી ચાલે છે. પેઢીદર પેઢી આ પ્રથા ચાલી આવે છે લાછડી ગામમાં અંગારામાં નાના બાળકો તેમજ મોટી ઉંમરના લોકો ચાલે છે. અંગારામાં ચાલવાથી કમરનો દુખાવો કે શારીરિક બીમારી થતી નથી. આવી લોકવાયકા આજુબાજુના ગામ તેમજ શહેરમાં પસરી છે માટે દુરદૂરથી લોકો આ હોળીના અંગારામા ચાલવા માટે આવે છે

આ પરંપરા આજથી 250 કે તેના કરતાં પણ જૂની છે તેવું હાલ તો ગામજનો કહી રહ્યા છે, ત્યારે આજે આધુનિક સમયમાં એકબાદ એક જૂની પરંપરા લુપ્ત થતી જાય છે ત્યારે મહેસાણાના વિસનગરના લાછડી ગામમાં આજે પણ વર્ષો જૂની આ પરંપરા જાળવી રાખી છે અને આ પરંપરામાં નાના બાળકોથી લઈ યુવાનો અને વડીલો પણ ઉત્સાહ પૂર્વક ભાગ લે છે અને આ સળગતા અંગારા પર ચાલે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન