Lack of basic facilities in Gujarat Village School
  • Home
  • Featured
  • શું આમ ભણશે ગુજરાત? આ ગામના વિદ્યાર્થીઓ ઝૂંપડામાં ભણવા માટે મજબૂર

શું આમ ભણશે ગુજરાત? આ ગામના વિદ્યાર્થીઓ ઝૂંપડામાં ભણવા માટે મજબૂર

 | 5:27 pm IST
  • Share

  • વિકાસથી વંચિત છે ધનસુરાનું જામલપુરા ગામ
  • શિક્ષણ વિભાગના અધિકારીઓનો ઉડાઉ જવાબ

 

AC ઑફિસમાં બેસીને શાળા પ્રવેશોત્વ અને ગુણોત્સવ ઉજવતી સરકારને ક્યાં ખબર છે, ગુજરાતના નાનકડાં ગામડાંઓની શાળાઓ હજુ પણ ઓરડામાં નહીં ઝૂંપડામાં ચાલે છે. ગુજરાતના બાળકોના સર્વાંગી વિકાસની જવાબદારી લઈને ગાંધીનગરમાં બેઠેલી સરકાર ત્યાંથી માત્ર 85 કિલોમીટર દૂર ધનસુરાના જામલપુરા સુધી નથી પહોંચી શકી. અહીંના વિદ્યાર્થીઓ હજુ પણ ઝૂંપડામાં ભણવા માટે મજબૂર છે.

છેલ્લા 10 વર્ષથી ચાલતા શાળા પ્રવેશોત્સવ અને ગુણોત્સવના મોટા-મોટા તાયફાઓ પછી પણ રાજ્ય સરકાર અરવલ્લી જિલ્લાના આંતરિયાળ ગામના બાળકોને શાળા માટે મકાન નથી આપી શકી.

શિક્ષણ વિભાગે અરવલ્લી જિલ્લાના જામલપુરા ગામના દેવીપૂજક ફળિયામાં એક શિક્ષક તો ફાળવી દીધા, પરંતુ તે બાળકોને ભણાવવા માટે ક્યાં જાય? હકીકતમાં આ ગામમાં કોઈ સ્કૂલ જ નથી. શિક્ષક અને ગ્રામજનોએ જાત-મહેનતના અંતે એક ઝૂંપડુ બનાવ્યું છે. જેમાં ધોરણ 1 થી 5 સુધીના 32 બાળકો અભ્યાસ કરી રહ્યાં છે.

શાળા માટે પાકા મકાનની માંગ સાથે તંત્રને અનેક રજૂઆતો અને ફરિયાદો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. બીજી તરફ ધનસુરાના પ્રાથમિક શિક્ષણ અધિકારીને પૂછવામાં આવતા તેમણે પોતાની નવી નિમણૂંક થઈ હોવાથી તેમને કોઈ ખબર ના હોવાનું જણાવી પોતાના હાથ અદ્ધર કરી દીધા છે.

શિક્ષણ વિભાગના અધિકારીઓના આવા ઉડાઉ જવાબો અને સરકારની લાલિયાવાડીની ચરમસીમાના કારણે મજૂરી કરીને પોતાનું પેટિયું રળતા પરિવારના બાળકો આખરે જાય ક્યાં? શું આ ગુજરાતનું ભાવિ અંધકારમાં નથી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો