લદ્દાખ વિવાદ અંગે રાહુલનો કેન્દ્ર ઉપર પ્રહાર : તુ ઈધર ઉધર કી ન બાત કર... - Sandesh
  • Home
  • India
  • લદ્દાખ વિવાદ અંગે રાહુલનો કેન્દ્ર ઉપર પ્રહાર : તુ ઈધર ઉધર કી ન બાત કર…

લદ્દાખ વિવાદ અંગે રાહુલનો કેન્દ્ર ઉપર પ્રહાર : તુ ઈધર ઉધર કી ન બાત કર…

 | 12:52 am IST

। નવી દિલ્હી ।

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એવું જણાવ્યું કે પીએમ મોદી દેશને જાણ કરે કે તેઓ ક્યારે લદ્દાખમાંથી ચીની સૈનિકોને ખદેડી મૂકશે. વડા પ્રધાન મોદીના રાષ્ટ્રજોગ સંબોધનના થોડા સમય પહેલાં એક વીડિયો મેસેજ જારી કરીને રાહુલે કહ્યું કે આખા દેશને ખબર છે કે ચીને ભારતની જમીન આંચકી લીધી છે. આપણને ખબર છે કે ચીની સૈનિકો આપણા લદ્દાખમાં છે. કૃપા કરીને દેશને જણાવો કે તમે ક્યારે તેમને ખદેડી મૂકશો.

રાહુલ ગાંધીએ એવું પણ જણાવ્યું કે એક બાજુ ભાજપ મેક ઈન ઇન્ડિયાને પ્રમોટ કરે છે પણ વસ્તુઓની ખરીદી ચીન પાસેથી કરે છે. અમે સૂચન કર્યું છે કે ન્યાય યોજના જેવી યોજના લાગુ કરો. દરેક પરિવારના ખાતામાં ૭ હજાર રૂપિયા જમા કરાવો પરંતુ સરકારે અમારા સૂચનને ધ્યાનમાં લીધું નથી. રાહુલ ગાંધીએ ચીન સાથે તંગદિલી અને પેટ્રોલના વધી રહેલા ભાવો અંગે પણ મોદી સરકારને ઘેરી હતી. રાહુલે કહ્યું કે છેલ્લા ૩ મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં ૨૨ વાર વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા ૩ મહિનામાં કોરોનાએ દેશની ઈકોનોમીને ઘણું નુકસાન પહોંચાડયું છે, છેલ્લા ઘણા દિવસથી ICMRની પેનલ તેમજ ગ્રૂપ ઓફ મિનિસ્ટર્સની કોઈ બેઠક થઈ નથી.

બીજી તરફ ઓવૈસીએ ટ્વિટ કરતા લખ્યું કે પીએમ મોદીએ લોકડાઉન પર પણ બોલવું જોઈતું હતું કારણ કોઈ પણ જાતની તૈયારી વગર કરાયેલ લોકડાઉનને કારણે ઘણા લોકોની રોજગારી છિનવાઈ ગઈ છે. ઓવૈસીએ લખ્યું કે ભાષણમાં બીજી એક વાત ધ્યાનમાં આવી. તમે આગામી મહિનામાં ઘણા તહેવારોનો ઉલ્લેખ કર્યો પરંતુ બકરી ઈદને યાદ ન કરી. ચાલો, પછી ભાઈ તમને પેશગી ઈદ મુબારક.

રાહુલે એક શાયરી ટ્વિટ કરીને સરકારની ટીકા કરી

‘તુ ઈધર ઉધર કી ન બાત કર, યે બતા કી કાફિલા કૈસે લૂટા.

મુઝે રહજનો સે ગિલા તો હૈ, પર તેરી રહબરી કા સવાલ હૈ.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન