Ladakh MP Jamyang Tsering Namgyal Dances at Leh Independence Day
  • Home
  • Videos
  • Featured Videos
  • મોદી સરકારના ‘હિરો સાંસદ’ અચાનક નાચવા લાગ્યા, જુઓ Video

મોદી સરકારના ‘હિરો સાંસદ’ અચાનક નાચવા લાગ્યા, જુઓ Video

 | 12:08 pm IST

દેશભરમાં આજે 73માં સ્વતંત્રતા દિવસની ઉજવણી થઈ રહી છે. પરંતુ લદ્દાખ માટે તો આ વખતે આ સ્વતંત્રતા દિવસ ખુબ જ ખાસ છે. કલમ 370 ગટાવવામાં આવ્યા બાદ લદ્દાખને વર્ષોની માંગણી બાદ આખરે કેશસાશિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યો છે. આજે લેહમાં સ્વતંત્રતા સમારોહ દરમિયાન લદ્દાખ મામલે લોકસભામાં શાનદાર ભાષણ આપીને છવાઈ ગયેલા ભાજપના સાંસદ જામયાંગ સેરિંગ નામગ્યાલ તો લોકો સાથે રીતસરના નાચવા લાગ્યા હતાં.

વીડિયોમાં સ્પષ્ટ જણાઈ આવે છે કે, મોદી સરકારના નિર્ણયથી લદ્દાખના લોકો ખુબ જ ખુશ છે. આ વીડિયો લદ્દાખ એરપોર્ટની બહારનો છે. લદ્દાખથી ભાજપ સાંસદ નામગ્યાલે ટ્વિટર એકાઉન્ટ પર કેટલાક ફોટા પણ શેર કર્યા છે. સાંસદનો ડાંસ કરતો અંદાજ લોકોને ખુબ પસંદ પડી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન