Ladakh Will Soon World's Largest Solar Plant
  • Home
  • Featured
  • દુનિયાનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ ભારતમાં 45000 કરોડના ખર્ચે અહીં સ્થપાશે

દુનિયાનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ ભારતમાં 45000 કરોડના ખર્ચે અહીં સ્થપાશે

 | 8:13 am IST

પોતાના કુદરતી સૌંદર્ય માટે પ્રખ્યાત લદ્દાખ હવે ટૂંક સમયમાં જ એક નવા કારણના લીધે ઓળખાશે. અહીં દુનિયાનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ બનાવાની તૈયારી છે. મળતી માહિતી પ્રમાણે દક્ષિણ કારગિલથી લગભગ 200 કિલોમીટરના અંતરે આવેલા આ પ્લાન્ટમાંથી વીજળી ઉત્પાદનની સાથે એક વર્ષમાં અંદાજે 12,750 ટન કાર્બન ઉત્સર્જનને રોકવા, ડીઝલ પર નિર્ભરતા ખત્મ કરવા અને આસપાસના વિસ્તારોને રોજગારી ઉપલબ્ધ કરાવામાં મદદ મળશે.

નવી અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલયના આધીન સંસ્થા SECI (સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા) સાથે જોડાયેલા પ્રોજેક્ટ્સને પ્રમોટ કરી રહ્યું છે. કહેવાય છે કે લદ્દાખમાં 5000 મેગાવોટના યુનિટ અને કારગિલ માટે 2500 મેગાવોટના યુનિટ 2023 સુધીમાં તૈયાર થઇ જશે. તેના પર અંદાજે 45000 કરોડ રૂપિયા ખર્ચ કરાશે.

લદ્દાખના પ્રોજેક્ટ યુનિટ રણનીતિક રીતે મહત્વપૂર્ણ ક્ષેત્ર લેહના ન્યોમામાં હનલે-ખલદોમાં બનાવાશે. અહીં કારગિલ સોલાર પ્લાન્ટ યુનિટના જંસ્કારના સુરૂમાં બનાવાશે તો ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટરથી 254 કિલોમીટરના અંતર પર છે. લદ્દાખ યુનિટમાંથી જનરેટ થનાર વીજળીને કેથલ સુધી સપ્લાય કરાશે. તેના માટે 900 કિલોમીટર લાંબી લાઇન લેહ-મનાલી રસ્તા પર પથરાશે. કારગિલ પ્રોજ્કટ શ્રીનગરની પાસે ન્યૂ વાનપોહમાં ગ્રીડની સાથે શરૂ થશે. કારગિલ પ્રોજેક્ટ શ્રીનગરની પાસે ન્યૂ વાન્પોહમાં ગ્રિડની સાથે જોડાશે.

એસઇસીઆઈના ડાયરેકટર એસકે મિશ્રાએ કહ્યું કે ટેન્ડર્સ સાથે જોડાયેલી સમસ્યાઓ પર ઉલ્લેખ કરવાની સાથે જ પ્રોજેક્ટના સ્થાનથી જોડાયેલ સમસ્યાઓ પર ધ્યાન કરી તેને દૂર કરવાની કોશિષ કરાઇ છે.

પ્રોજેકટ સાથે જોડાયેલ બીજી એક સકારાત્મક વાત એ છે કે લેહ અને કારગિલ મેનેજમેન્ટ પહાડી પરિષદો માટે ‘પારિશ્રમિક’ કિંમતો પર ક્રમશ: 25000 અને 12500 એકર બિન ખેતીલાયક જમીનને રજીસ્ટર્ડ કરી છે. જે 3 ટકા વાર્ષિક વૃદ્ધિની સાથે દર વર્ષે લગભગ 1200 રૂપિયા પ્રતિ હેકટરનું ભાડે પણ કમાશે.

આશા વ્યકત કરાઇ રહી છે કે સોલાર પેનલ પ્રોજેક્ટ સરહદી વિસ્તારના ક્ષેત્રોમાં વિકાસને પ્રોત્સાહન આપશે અને સ્થાનિક લોકોને સોલાર પેનલોની સફાઇ અને ટ્રાન્સફોર્મરનું મેન્ટેનન્સ વગેરે જેવા કૌશલ શીખી તેમને રોજગારી ઉપલબ્ધ કરાવશે.