ladders make out fun 2 west to best try to home simple task
  • Home
  • Kids Corner
  • સીડીમાંથી બનાવો સરસ મજાનો વોલપીસ, વેસ્ટમાંથી બેસ્ટ

સીડીમાંથી બનાવો સરસ મજાનો વોલપીસ, વેસ્ટમાંથી બેસ્ટ

 | 10:07 am IST

મિત્રો દર વખતની જેમ આજે પણ નકામી પડેલી વસ્તુઓમાંથી કંઈક નવું બનાવતા શીખીશું અને ઘરને શોભાવીશું. જેમાં તમારો સમય પણ વધારે બગડશે નહીં અને તમે કંઈક નવું બનાવતાં પણ શીખશો. તો થઈ જાવ તૈયાર આજે આપણે બનાવીશું સીડીમાંથી સરસ મજાનો વોલપીસ. આ માટે સૌ પ્રથમ જોઈશે, બે સીડી, ગોળ અને પાન આકારના રંગબેરંગી સ્ટોન, દોરી, સોય, એક નાની રિંગ, ગુંદર. સૌ પ્રથમ એક સીડી લો. ત્યારબાદ પાન આકારના અને ગોળ રંગબેરંગી સ્ટોન લો. હવે સીડીની મધ્યમાં ચિત્રમાં બતાવ્યા પ્રમાણે એક ગોળ સ્ટોન લગાવો. ત્યારબાદ પાન આકારના સ્ટોન લો. તેને મધ્યમાં લગાવેલા ગોળ સ્ટોનની ફરતે લગાવો અને ફૂલ જેવું બનાવો. ત્યારબાદ પાન આકારના લગાવેલા દરેક સ્ટોનને છેડે એક ગોળ આકારનો સ્ટોન ચોંટાડો. આમ, એક સીડી તૈયાર કરો. હવે એ જ રીતે બીજી સીડીને પણ તૈયાર કરો. ત્યારબાદ એક સોય પરોવેલો દોરો લો. તેની મદદથી સીડીના છેડે એક કાણું પાડો અને દોરો પરોવો. તે દોરામાં ચિત્રમાં બતાવ્યા પ્રમાણે સ્ટોન પરોવો અને એક નાની હાર બનાવો. એવી જ રીતે બીજી બે હાર બનાવો અને સીડીને છેડે લગાવો. યાદ રહે કે છેડે લગાવેલી ત્રણ હારમાંથી મધ્યમાં આવેલી હાર થોડી મોટી રાખવી. હવે સીડીના બીજા છેડે એક કાણું પાડો અને બીજી સીડી લઈને તેના એક છેડે કાણું પાડી ચિત્રમાં બતાવ્યા પ્રમાણે સ્ટોનની મદદથી જોડો. હવે બીજી સીડીના બીજા છેડે બીજાં બે કાણાં પાડી સોયની મદદથી દોરો પરોવો. દોરો પરોવ્યા બાદ તેમાં ચિત્રમાં બતાવ્યા પ્રમાણે સ્ટોન પરોવો અને તેના બંને છેડા રિંગ પર બાંધી દો. હવે તેને તમારા રૂમની દીવાલ પર લગાવો અને તમારા રૂમને સજાવો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન