વૃદ્ધ દંપત્તિની શોકસભામાં એવું થયું કે માનવતા પણ શર્મસાર થઈ, જુઓ Video - Sandesh
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • વૃદ્ધ દંપત્તિની શોકસભામાં એવું થયું કે માનવતા પણ શર્મસાર થઈ, જુઓ Video

વૃદ્ધ દંપત્તિની શોકસભામાં એવું થયું કે માનવતા પણ શર્મસાર થઈ, જુઓ Video

 | 3:06 pm IST

સોશ્યિલ મીડિયા પર ઘણા એવા વિડીયો વાયરલ થાય છે જ્યાં લગ્નમાં ડાન્સર ડાન્સ કરતા હોય છે. પરંતુ હાલમાં એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેણે દરેકને હેરાન કરી નાખ્યા છે. એક વૃદ્ધના શ્રધ્ધાંજલિ સભામાં એક લેડી ડાન્સરે ડાન્સ કર્યો છે. જેનો વીડિયો સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

ફેસબુક અને વોટ્સએપ પર આ વિડીયો ખૂબ શેર થઇ રહ્યો છે. એક બાજુ મહિલા સ્ટેજ પર ડાન્સ કરી રહી છે તો બીજી બાજુ સામે બેસીને લોકો જોઈ રહ્યા છે. પાછળ વૃદ્ધ દંપત્તિનો ફોટો લાગેલો છે અને શ્રધ્ધાંજલિ લખ્યું છે.

આવો વિડીયો તમે કદાચ જ જોયો હશે. લેડી ડાન્સરે ડાન્સ કરીને વૃદ્ધ દંપત્તિને શ્રધાંજલિ આપી હતી. વિડીયોમાં જોવા મળે છે કે ડાન્સર ફિલ્મ વોન્ટેડના ગીત ‘લે લે મજા લે’ પર ડાન્સ કરી રહી છે.

આ વિડીયોને ફેસબુક પર રઝા ખાને બે અઠવાડિયા પહેલા પોસ્ટ કર્યો હતો. અત્યાર સુધી આ વિડીયોને 177 વખત શેર કરવામાં આવ્યો છે અને 36 હજારથી વધુ વ્યૂઝ મળી ચુક્યા છે. સામે અમુક મહિલાઓ પણ બેસેલા જોવા મળે છે. આ વિડીયો ક્યારનો છે અને ક્યાંનો છે તે વાતની પૃષ્ટિ થઇ નથી.