'લગાન'માં ઈશ્વરકાકાની ભૂમિકા કરનાર વલ્લભ વ્યાસનું જયપુરમાં નિધન - Sandesh
NIFTY 10,491.05 +108.35  |  SENSEX 34,142.15 +322.65  |  USD 64.7300 -0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • ‘લગાન’માં ઈશ્વરકાકાની ભૂમિકા કરનાર વલ્લભ વ્યાસનું જયપુરમાં નિધન

‘લગાન’માં ઈશ્વરકાકાની ભૂમિકા કરનાર વલ્લભ વ્યાસનું જયપુરમાં નિધન

 | 8:12 pm IST

અભિનેતા વલ્લભ વ્યાસનું જયપુરમાં નિધન થઈ ગયું હતું. તેઓ કેટલાય વર્ષથી હાઈ બ્લડપ્રેશર અને પેરાલિસિસનો ભોગ બન્યા હતા. જાણકારી પ્રમાણે જયપુરમાં તેમણે છેલ્લા શ્વાસ લીધા હતા.

આમિર ખાન સ્ટારર ફિલ્મ ‘લગાન’માં ઈશ્વરકાકાની ભૂમિકા અને કેતન મહેતાની ફિલ્મ સરદારમાં ઝીણાની ભૂમિકા નિભાવનાર અભિનેતા વલ્લભ વ્યાસનું જયપુરમાં મૃત્યુ થયું હતું. જણાવાય છે કે તેમને કેટલાય વર્ષથી હાઈ બ્લડપ્રેશર અને પેરાલિસિસ હતાં, જેને કારણે તેઓ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. દરમિયાન આમિર ખાન તેના પડખે હતો એવું કહેવાય છે. જાણકારી પ્રમાણે પત્ની અને બાળકો સાથે જયપુરમાં છેલ્લાં બે વર્ષથી રહેતા હતા.

અભિનેતા વલ્લભ વ્યાસે પચાસથી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. સાથોસાથ તેઓ થિયેટર પણ કરતા હતા અને નોન-હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. 2008માં તેમની તબિયત બગડી હતી એ પછી સતત તેઓ બીમાર રહ્યા અને તેમણે બ્રેક લીધો હતો.