લાહોર અને રોમ : એક વધુ જટિલ પેરાડોક્સ - Sandesh
  • Home
  • Columnist
  • લાહોર અને રોમ : એક વધુ જટિલ પેરાડોક્સ

લાહોર અને રોમ : એક વધુ જટિલ પેરાડોક્સ

 | 12:57 am IST

ઓવર વ્યૂ : ચંદ્રકાન્ત મારવાડી

આ ભૂમિના રામાયણકાલીન ઇતિહાસને જોવામાં આવે તો રામ અને અયોધ્યા પછીના ઇતિહાસની પ્રથમ કડી એટલે જ લાહોર. હા, રામપુત્ર લવે લાહોર, કુશે લાહોરથી દક્ષિણે કાસુર, ભરતપુત્રોનાં નામે પુશ્કલાવતી અને તક્ષશિલા તો રામના સમાંતર કાળમાં જ ઊભાં થયાં. અયોધ્યા તે ઇતિહાસને યાદ રાખે છે. આપણે લાહોરનો ઇતિહાસ જાણતા જ નથી, હવે લાહોર પછીની કડીમાં રોમ, Romanum Imperium કે Heiliges Rmisches Reich ની રચના કઈ રીતે કરી તેની એક રીતે દિલધડક(અને બીજી રીતે કરુણ દાસ્તાં) જાણી લઈએ.

શરૂઆત લાહોર અને પેશાવરથી કરીએ. વિશાળ પશ્તુન/પખ્તુન વટવૃક્ષની એક શાખા એટલે કાર્લાની(Karalani), ઓર્મુર(Ormur) ખાંપની આ પેટા શાખા. અફ્રિદી, વોર્દાક, ખટ્ટક, શિતક કાર્લાની સમુદાયના જ. તખ્ત-એ-સોલોમન પહાડ પશ્તુન જાતિના ઇતિહાસનો મૂક સાક્ષીસ્તંભ… બાકી દંતકથાઓનો પાર નહીં. મોટાભાગની જાતિઓ દાવો કરે કે માતા-પિતાની છત્રછાયા વિનાનાં બાળક કાર્લાનીનો ઉછેર તેમણે કર્યો. તમામ જાતિસમુદાયો કાર્લાનીને દત્તક લઈને ઉછેર કર્યો હોવાનો દાવો કરે પરંતુ સંતાન પોતાનું હોવાનો દાવો નહીં. બસ તે સંતાન હતું અને બધાએ તેનો ઉછેર કર્યો એટલો જ દાવો. કાર્લાની કોનું સંતાન હતું તે વાત અધ્યાહાર રાખીને જ ઇતિહાસ આગળ ચાલે.

બીજી તરફ યુરોપમાં ઉદ્ભવેલી મેરોવિન્જિયન ડાયનાસ્ટીની ખરી તાકાત ચાર્લ્સ માર્ટેલ હતા. પોપે મંજૂરી આપતાં મેરોવિન્જિયન ડાયનાસ્ટીનાં સ્થાને ચાર્લ્સ માર્ટેલે Carolings, Karlings,Carlovingins ડાયનાસ્ટીની સ્થાપના કરી હતી (ઈ. ૭૫૧). આ જ કુળના Chrlemagne રોમના શાસક બની રહ્યા હતા. ચાર્લ્સ માર્ટેલનું લેટિન રૂપ Karolingi, જર્મન સ્વરૂપ Karling કે Kerlinc. ચાર્લેમેગ્નેના પુત્ર એટલે જ Lious the Pious. વિશ્વભરના સમુદાયો દ્વારા ‘કેરોલ’નું ગાન શું કહે છે? ફ્રેન્ચ ભાષામાં ઇર્અટ્વેદ્બી એટલે જ કિંગ્ડમ.

યુરોપીય ઇતિહાસ મુજબ કેરોલિંગ્સ ફ્રેન્ચ કુળ છે અને ફ્રેન્ચ પોતાને મન્નુના પુત્ર Istvaeones, Iscaevones વંશના કહે છે. રામ પોતે ઇક્ષ્વાકુ કુળના હતા. મનુપુત્ર ઈક્ષ્વાકુ એટલે મનુ પછીના અયોધ્યાના પહેલા રાજા. રામ તે વંશના હતા. મનુના એક અન્ય પુત્રની વાત કરીએ તો જે મનુપુત્ર શરિયાતીનાં નામે સરયુ નદીને નામ મળ્યું છે તે શરિયાતીએ પોતાના પુત્ર આનર્તને નામે આજની ગુજરાતની ભૂમિ પર રાજ્યની સ્થાપના કરી હતી. આનર્તની રાજધાની હતી કુશસ્થલી. દ્વારકા ત્યારે હતું જ નહીં. દરિયાનાં પેટાળમાં હતું કુશસ્થલી.

રોમમાં પશ્તુનનો પર્યાય ‘પાયસ’ બની રહ્યો? પાયસ કહે તો બધા ઓળખે, પશ્તુન કહે તો?   ગંગા-ગોદાવરીની ભૂમિનું પણ એવું જ છે. પુષ્યભૂતિ કહો તો લાગે કે ભૂમિનો કોઈ પ્રાચીન વંશ, પરંતુ પશ્તુન કહે તો? લાહોર, પેશાવર, તક્ષશિલાની બાદબાકી કરીને રોમનો ઇતિહાસ, અયોધ્યાના રામ પછીનો ઇતિહાસ ઉકેલી શકાશે?   આગંતુક મુઘલે પોતાનાં તખ્તને મયૂરાસન નામ આપ્યું હતું. પશ્તુન સમુદાય જે તખ્ત-એ-સોલોમનને જ પોતાના ઇતિહાસનો સાક્ષી માને છે તે આસન એટલે જ મયૂરાસન, તે માનવા અયોધ્યામાં આજે કોઈ નથી? કદાચ કોઈ હોય તો તેને માનનાર કોઈ નથી?

સ્વાબી/સ્વાબિઆ  : સ્વાબી તે વઝિરિસ્તાનનો સિંધુતટે આવેલો જિલ્લો છે, તેની ઉત્તરે બુનેર, પૂર્વે હરિપુર અને દક્ષિણે અટ્ટોક જિલ્લો છે. બીજી તરફ જર્મનીના સ્વાબિઆ પ્રદેશમાં રોમન એમ્પાયરનું ઇમ્પિરિયલ સર્કલ આવેલું હતું. વઝિરિસ્તાનમાં બુનેર મળી રહે તો જર્મન ફેડરલ સ્ટેટના તમામ પ્રાંત Bundesland તરીકે ઓળખાય. ગ્રીક દેવી અફ્રોડિટ્સને ઓળખ્યા વિના અફ્રિદી ઓળખાશે?

હુમલાખોરો વિશે :  પાંચમી સદીના હૂણ હુમલા અને તે પછીના તુર્ક હુમલા વિશે એટલું જ કહેવાનું કે આ બંનેના હુમલાથી બચવા જ ચીનને દીવાલ ચણવી પડી હતી. ચીનની દીવાલ પર હુમલા કરનારાઓ પૈકીના વ્હાઇટ હૂણને ચીન Ye-ti-li- do તરીકે ઓળખે છે, તે પછી યુરોપમાં અટ્ટાલી ધ હૂણ અને તેના વારસ એડોલ્ફ હિટલર દેખા દે છે. રસપ્રદ વાત એ છે કે ગંગા-ગોદાવરી પ્રદેશની જનતાએ લાહોર પર વિશ્વાસ ના મૂકતાં ઓટ્ટોમન તુર્ક ખિલાફતને સમર્થન જાહેર કર્યું હતું. સરહદી લાહોર પેશાવર અને પછી અંતરિયાળ ભારત પર થયેલા હૂણ અને તુર્ક હુમલાખોરોનો ઇતિહાસ જાણવા ચીનની દીવાલના ઇતિહાસથી જ શરૂઆત કરી શકાય. ગઝની ઘોરીના એપિ સેન્ટર જેવા પૂર્વ ચીનના Xinjiangથી શરૂઆત કરવી પડશે.

આક્રમણકારી મહમદ ગઝની અને ઘોરી બંને તુર્ક હતા, અરબસ્તાનના મહમદ સાથે આ તુર્કોને કોઈ નિસ્બત નથી પણ આક્રમણકારીઓએ જાતે જ નામ રાખ્યું હતું મહમદ, અને ગંગા ગોદાવરી પ્રદેશમાં બદનામ થઈ ગયા અરબસ્તાનના મહમદ. લાહોર અને પેશાવર તો જયપાલ અને ત્રિલોકપાલના નેતૃત્વમાં આક્રમણકારી ઘોરી અને ગઝની તુર્કો સામે લડયા હતા. તુર્કો સામે લડત આપતી વખતે ઝાંઝુઆ પાલ શાસક ત્રિલોકપાલનું પાટનગર હતું પેશાવર. અરબસ્તાનના મહમદ સાથે નિસ્બત ના ધરાવતી કોઈપણ વ્યક્તિ પણ મહમદ નામ ધારણ કરી લેતી હોય છે. રામના નામના હાલ પણ શું એવા જ છે ? લાહોર અને પેશાવર આ બંને પ્રવાહો વચ્ચે પિસાઈ રહ્યા છે ?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન