Lahore High Court To Hear Plea On Imran Khan's Disqualification
  • Home
  • Featured
  • પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની ખુરશી સંકટમાં, હાઈકોર્ટમાંથી થઈ અરજી

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની ખુરશી સંકટમાં, હાઈકોર્ટમાંથી થઈ અરજી

 | 6:54 pm IST

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની ખુરશી સંકટમાં આવી શકે છે. ઈમરાન ખાન વિરૂદ્ધ લાહોર હાઈકોર્ટમાં તેમના પદને અયોગ્ય ઠેરાવવા માટે એક અરજી રાખલ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાનના વર્તમાન વડાપ્રધાને 2018ની ચૂંટણીમાં પોતાના ઉમેદવારોમાં પૂર્વ પત્નીની એક દિકરી સાથેના પોતાન સંબંધોને છુપાવ્યા હતાં. આ મામલે હાઈકોર્ટ આવતા સોમવારે સુનાવણી કરશે.

શનિવારે હાઈકોર્ટે આ કેસની સુનાવણીનો સ્વિકાર કરી લીધો છે જેથી વડાપ્રધાન ઈમરાન ખાનની મુશ્કેલીઓ વધે તેવી શક્યતા છે. આ અરજીમાં માંગણી કરવામાં આવી છે કે, પાકિસ્તાનના બંધારણના આર્ટિકલ 62 અને 63ની જોગવાઈઓનું ઉલ્લંઘન કરવા બદલ ઈમરાન ખાનને અયોગ્ય જાહેર કરવામાં આવે. પાકિસ્તાનના બંધારણ અંતર્ગત સંસદના સભ્ય બનવાની પૂર્વ શરત એ હોય છે કે, વ્યક્ત્તિ ‘સાદિક અને અમીન’ એટલે કે ઈમાનદાર અને નેક છે.

લાહોર હાઈકોર્ટમાં કરવામાં આવેલી આરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે, ઈમરાન ખાને 2018ની સામાન્ય ચૂંટણીમાં જે ઉમેદવારી પત્ર ભર્યું હતું તેમાં તેમણે પોતાની કથિત દિકરી ટાયરિયન જેડ ખાન વાઈટ વિષે જાણકારી આપી નહોતી. ટાયરિયન ઈમરાન ખાનની પૂર્વ પત્ની એના લૂસિયા વાઈટની દિકરી છે. માનવામાં આવે છે કે ટાયરિયન ઈમરાન ખાનની વતી જ થયેલી દિકરી છે.

અરજીમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, ઈમરાન ખાને પોતાના ઉમેદવારી પત્રમાં પોતાના આશ્રિતોમાં વાઈટના નામનો ઉલ્લેખ નથી કર્યો અને આ પ્રકારે તે બંધારણના આર્ટિકલ 62 અને 63 અંતર્ગત અયોગ્ય સાબિત થાય છે. જેથી ઈમરાન ખાનને અયોગ્ય જાહેર કરવામાં આવે.

જોકે આ અગાઉ જાન્યુઆરીમાં ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં પણ આ પ્રકારની અરજી કરવામાં આવી હતી. કોર્ટે તેને વ્યક્તિગત બાબત ગણાવીને તેને ફગાવી દીધી હતી. પણ આ વખતે લાહોર હાઈકોર્ટે તેને સ્વિકારી લીધી છે અને તેના પર સુનાવણી હાથ ધરવા પણ તૈયારી દાખવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન