લાહોર હાઈકોર્ટ દ્વારા હાફિઝ સઈદની ધરપકડ પર પ્રતિબંધ - Sandesh
NIFTY 10,410.90 -15.95  |  SENSEX 33,835.74 +-21.04  |  USD 64.8200 -0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • લાહોર હાઈકોર્ટ દ્વારા હાફિઝ સઈદની ધરપકડ પર પ્રતિબંધ

લાહોર હાઈકોર્ટ દ્વારા હાફિઝ સઈદની ધરપકડ પર પ્રતિબંધ

 | 6:30 pm IST

પાકિસ્તાનમાં લાહોર હાઈકોર્ટના પંજાબ અને રાજ્ય સંબંદી સરકાર દ્વારા કહેવામાં આવ્યું કે, જ્યાં સુધી નવો આદેશ આપવામાં ન આવે ત્યાં સુધી મુંબઈ હુમલાના માસ્ટર માઇન્ડ અને જમાત-ઉદ-દાવા મુખ્યા હાફિઝ મોહમ્મદ સઈદની ન તો ધરપકડ કરવામાં આવે ન તો નજરકેદ કરવામાં આવે. હાફિઝ સઈદે પોતાની ધરપકડની સંભાવનાઓ જોઈને કોર્ટમાં અરજી કરી હતી. જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે પાકિસ્તાન સરકાર અમેરિકા અને ભારતના દબાણમાં આવીને તેની ધરપકડ કરાવી શકે છે.

 

પાકિસ્તાનના અહેવાલ અનુસાર, હફીઝના જે દલીલ રજુ કરવામાં આવી છે તેના આધાર પર પંજાબ અને રાજ્ય સંબંધી સરકારને આદેશ આપ્યો છેકે તેઓ તેની ધરપકડ ન કરે અને હાફિઝના આરોપોનો જવાબ માંગે. જેના આદેશ પાલન કરવા માટે કોર્ટે આદેશ આપ્યો છે અને તેના પર સરકારે 4 એપ્રિલ સુધીમાં જવાબ આપવાનો રહેશે.

જ્યારે બીજી તરફ પાકિસ્તાનમાં હાફિઝ સઈદની પ્રવૃતિઓ ચાલુ જ છે. એક તરફ પાકિસ્તાન દ્વારા તેના પર અને તેના સંગઠન પર પ્રતિબંધ લગાવવાની વાત કરવામાં આવી હતી ત્યારે તેની આતંકીત પ્રવૃતિઓ સતત ચાલી જ રહી છે. સમગ્ર દુનિયામાં આતંકવાદીઓને આસરો આપવાના આરોપસર બદનામ થયેલ પાકિસ્તાન હજી પણ તેને પોસ્યા કરે છે. અમેરિકા દ્વારા પણ હાફિઝ સઈદ અને તેના સંગઠન જમાત-ઉદ-દાવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તેના બેન્ક એકાઉન્ટ પણ સીલ કરવાની વાતો કરવામાં આવી હતી પરંતુ હાલ તેના કોઈ અસર જોવા મળી રહી નથી.

આ ઉપરાંત પાકિસ્તાનમાં રહેલ ગુપ્તચર એજન્સીઓ દ્વારા એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, સરકારે સઈદ કે તેના સહભાગીઓના કોઇ પણ હેડક્વાર્ટર અને ઓફિસ પર પ્રતિબંધ લગાવ્યો નથી.