Lakhimpur Khiri case reaches Supreme Court, demands CBI probe
  • Home
  • Featured
  • લખીમપુર ખીરી કેસ પહોંચ્યો સુપ્રીમ કોર્ટ, CBI તપાસની માગ

લખીમપુર ખીરી કેસ પહોંચ્યો સુપ્રીમ કોર્ટ, CBI તપાસની માગ

 | 5:49 pm IST
  • Share

  • હિંસાને લઈને મંત્રીઓ પર FIRની માગ
  • પ્રીયંકા ગાંધી સહિત 10 લોકો સામે કેસ

 

ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી મામલે FRI દાખલ કરવા માટે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે, જેમા કહેવામાં આવ્યું છે કે, 3 ઓક્ટોબરના રોજ ઉત્તર પ્રદેશમાં ખેડૂતોના વિરોધ પ્રદર્શન દરમિયાન લખીમપુર ખીરીમાં બનેલી ઘટનાના સંબંધમાં ગૃહ મંત્રાલય અને પોલીસને નિર્દેશ આપવામાં આવે કે FRI નોંધીને આ ઘટનામાં સામેલ મંત્રીઓને સજા કરવામાં આવે.

બે વકીલ દ્વારા કરવામાં આવેલી અરજીમાં આ માગ પણ કરવામાં આવી છે કે, સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ કેસની ઉચ્ચ સ્તરીય ન્યાયિક તપાસ કરવામાં આવે જેમા CBIને પણ સામેલ કરવામાં આવે.

લખીમપુર ખીરીથી બે વારના સાંસદ અને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય કુમાર મિશ્રાના વિરોધમાં રવિવારે ત્યાંના આંદોલનકારી ખેડૂતોએ તેમના પૈતૃક ગામ બનબીરપુરમાં આયોજીત એક સમારોહમાં ડેપ્યૂટી સીએમ કેશવ પ્રસાદ મોર્યના જવાનો વિરોધ કર્યો અને ત્યાર બાદ ભડકેલી હિંસામાં 4 ખેડૂતો સહિત 8 લોકોના મોત થયા. ખેડૂતોનો આરોપ છે કે, કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી મિશ્રાનો પુત્ર જે એસયૂવીમાં સવાર હતો તેણે જ ખેડૂતોને કચડી નાખ્યા, જેમા 4 ખેડૂતોના મોત થયા. જો કે મિશ્રાએ આ આરોપને નકારી કાઢ્યા છે.

આ ઘટના બાદ રાજનીતિમાં ગરમાવો આવ્યો છે. વિપક્ષ સતત બીજેપી સરકારને જવાબદાર ગણાવી રહી છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા, દીપેન્દ્ર હૂડા,કુલદીપ વત્સ અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અજય કુમાર લલ્લૂ સહિત 10 નેતાઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો