lakhs Job Loss In Auto Sector Increased Demand For Gst Cut
  • Home
  • Business
  • ભયંકર મંદીમાં ઓટો સેક્ટર, 3.5 લાખ લોકોએ ગુમાવી નોકરી

ભયંકર મંદીમાં ઓટો સેક્ટર, 3.5 લાખ લોકોએ ગુમાવી નોકરી

 | 2:01 pm IST

દેશની ઓટો સેક્ટર કંપની હાલ ખુબજ મોટા આર્થિક સંકટમાં ઘેરાઈ ચુકી છે. વેચાણમાં આવેલ તોતિંગ ઘટાડા બાદ એપ્રિલ માસથી અત્યાર સુધી ઓટો સેક્ટરમાં લગભગ 3.5 લાખ લોકો નોકરીઓ ગુમાવી ચુક્યા છે. આને જોતા જ ઓટો સેક્ટરના દિગ્ગજોએ GSTમાં કાપ સહિત કેટલાક ખાસ પ્રોત્સાહક પેકેજ આપવાની માંગ કરી છે ગુરૂવારે મહિંન્દ્રા એન્ડ મહિન્દ્રાના ચેરમેન આનંદ મહિન્દ્રાએ GST રેટમાં કાપ મુકવાની માંગ કરી છે. ઓટો સેક્ટરના દિગ્ગજો પણ આ મામલે એક થયા છે.

ઓટો સેક્ટરને સંકટથી બહાર લાવવા માટે બુધવારે નાણામંત્રી નિર્મલા સીતારમણની સાથે વાહન ઉદ્યોગના પ્રતિનિધિઓ મહિંન્દ્રા એન્ડ મહિંન્દ્રાના મેનેજીંગ ડિરેક્ટર પવન ગોયનકા, મારૂતિના ચેરમેન આરસી ભાર્ગવ, હીરો મોટોના પવન મુંજાલ સહિત સિયામ અને ફાડાના પ્રતિનિધિઓએ મુલાકાત કરી હતી. તમામે નાણા મંત્રી પાસેથી આ ક્ષેત્રને જલ્દી પરી વેગવંતુ બને તેવી માંગ સાથે GSTમાં કાપ સહિત કેટલાક ખાસ પ્રોત્સાહક પેકેજ આપવાની માંગ કરી છે.

દેશના GDPમાં લગભગ 7.1 ટકા યોગદાન કરનાર ઓટો સેક્ટરના વેચાણમાં છેલ્લા એક વર્ષમાં ખુબજ મોટો ઘટાડો થયો છે. આના કારણે હાલ ઓટો કંપનીઓના શોરૂમ બંધ થઈ રહ્યા છે. મોટી સંખ્યામાં કર્મચારીઓને છટણી કરવામાં આવી રહી છે. આના કારણે આ ઉદ્યોગ માટે લોકો GSTમાં કાપની માંગ કરી રહ્યા છે. હાલ કાર અને મોટરસાઈકલ પર 28 ટકા GST લાગે છે, જે ઘટાડીને 18 ટકા કરવાની માંગ કરવામાં આવી રહી છે.

મહિંન્દ્રા એન્ડ મહિંન્દ્રાની AGMમાં શેરધારકોને સંબોધિત કરતા આનંદ મહિન્દ્રાએ કહ્યુ કે સૌથી સ્વાભાવિક અને પ્રાથમિક પગલુ છે GST મોર્ચે થોડી રાહત આપવી. દરોમાં ફેરફાર કરવામાં આવે તો થોડી હાલતમાં સુધારો આવે. જો આ શક્ય ન હોય તો સેસ ખતમ કરી દેવામાં આવે, રજીસ્ટ્રેશન ફીની સમીક્ષા કરવામાં આવે. આશા છે કે આ ઉદ્યોગ ફરી ધમધમતો થશે. સકારાત્મક અસર થશે.

વાહન ઉદ્યોગમાં સુસ્તી વધવાથી મોટી સંખ્યામાં લોકો બેરોજગાર થયા છે. એક રિપોર્ટ અનુસાર એપ્રિલથી અત્યાર સુધીમાં લગભગ 3.5 લાખ લોકોની છટ્ટણી કરી નાખી છે. ઓટો ડીલર્સે 2 લાખ લોકોને નોકરી પરથી કાઢી મુક્યા છે. ઓટો સેક્ટરમાં હાલ ભયંકર મંદી છે.

આ Video જુઓ: તેમના સ્ટુડન્ટ્સ બન્યા છે RBI ગવર્નર, આજે જીવી રહ્યા છે આવી જીંદગી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન