lakme fashion week 2020 malaika arora sai manjrekar ramp walk
  • Home
  • Featured
  • Photos: સ્ટેજ પર લાલપરી બની આવી મલાઈકા, જોનારાના ઉડી ગયા હોશ

Photos: સ્ટેજ પર લાલપરી બની આવી મલાઈકા, જોનારાના ઉડી ગયા હોશ

 | 6:36 pm IST

Lakme Fashion Week 2020 ત્રીજા દિવસે મલાઇકા અરોરાએ રેમ્પ પર જલવો દેખાડ્યો હતો. આ વખતે મલાઈકાની સાથે સલમાન ખાનની હીરોઈન અને ડાયરેક્ટર મહેશ માંજરેકરની પુત્રી સઈ માંજરેકરે પણ રેમ્પ પર જાદૂ ચલાવ્યો.

ફેશનની સૌથી મોટી ઇવેન્ટ લેકમે ફેશન વીકમાં ડિઝાઈનર્સ પોતપોતાના બેટ્સ ડિઝાઈન પ્રેઝન્ટ કરી રહ્યા છે. મલાઇકા અરોરા વરૂણ ચક્કીલમ માટે રેમ્પ વોક કર્યુ હતુ.મલાઈકાએ રેડ કલરનું ટ્રેડિશનલ લહેંગો પહેર્યો હતો. સિલ્વર વર્ક વાળા આ લહેંગામાં મલાઇકા ખુબજ સુંદર લાગતી હતી. હેવી નેકલેસ સાથે બન શેપ આકર્ષક લાગતુ હતુ.

ભારતીય પરિધાનમાં સઈએ પ્રોપર ઇન્ડિયન એસેસરીઝ કેરી કરી હતી. ગળામાં કુંદન નેકપીસ, ઇયરીંગ્સ, માંગ ટીકા અને બીંદી લગાવી હતી. સઈએ દબંગ 3 સાથે બોલિવુડમાં ડેબ્યુ કર્યુ હતુ. આ ફિલ્મમાં સઈએ સલમાન ખાન સાથે કામ કર્યુ હતુ.

લેકમે ફેશન શોમાં બિપાશા બસુ અને કરણ સિંહ ગ્રોવર નજર આવ્યા હતા. તેમણે સંયુક્તા દત્તા માટે રેમ્પ વોક કર્યુ હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન