લેક્મે ફેશન વીકમાં ઇશા દેઓલને ગુસ્સામાં જોઇને હેમામાલિની મૂંઝાઈ ગઈ - Sandesh
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • લેક્મે ફેશન વીકમાં ઇશા દેઓલને ગુસ્સામાં જોઇને હેમામાલિની મૂંઝાઈ ગઈ

લેક્મે ફેશન વીકમાં ઇશા દેઓલને ગુસ્સામાં જોઇને હેમામાલિની મૂંઝાઈ ગઈ

 | 1:08 am IST

મુંબઇમાં ચાલી રહેલા લેક્મે ફેશન વીક દરમિયાન રેમ્પ પર હિન્દી સિનેજગતની ઘણી અભિનત્રીઓએ પોતાના કામણ પાથર્યા હતા. જેમાં હેમામાલિની અને તેની દીકરી તેમજ અભિનેત્રી ઇશા દેઓલે ટ્રેડિશનલ અવતારમાં સૌના મન જીતી લીધા હતા. હેમામાલિની અને ઇશા દેઓલે ડિઝાઇનર સંયુક્તા દત્તાના આઉટફિટ પહેર્યા હતા. હેમામાલિનીએ પારંપરિક સાડી પહેરી હતી તો ઇશા દેઓલે ઘાઘરા ચોલી પહેર્યાં હતા. રેમ્પ વોક બાદ જ્યારે કોન્ફરન્સમાં હેમામાલિનીને સવાલ કર્યા અને ત્યારબાદ ઇશા દેઓલને સવાલ કરવામાં આવ્યો ત્યારે શોની ઓર્ગેનાઇઝરે તેની વાતને વચ્ચેથી કાપતા કહ્યું કે અહીંયા મીડિયા તરફથી કોઇ સવાલ પૂછવામાં આવશે નહીં, અહીંયા ફક્ત ફોટો સેશન થશે. આ સાંભળ્યા પછી ઇશા દેઓલે તરત જ માઇક ઓર્ગેનાઇઝરને આપતા કહ્યું કે તમે જ મારા સવાલનો જવાબ આપી દો. આ કમેન્ટ કર્યા બાદ ઇશા ત્યાંથી નીકળી ગઇ અને ત્યારબાદ હેમામાલિની પણ ત્યાંથી નીકળી ગઇ હતી. ઇશાની પ્રોફેશનલ લાઇફ વિશે વાત કરીએ તો તે ટૂંક સમયમાં જ શોર્ટ ફિલ્મ કેકવોકમાં જોવા મળશે. ૨૨ મિનિટની આ ફિલ્મથી તે સિલ્વર સ્ક્રીન પર ફરી પર્દાપણ કરી રહી છે. તેમાં ઇશા દેઓલ એક શેફની ભૂમિકામાં જોવા મળશે.