Lakshmi incarnates at the home of Virat Kohli and Anushka Sharma
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • વિરાટ કોહલી બન્યો પિતા, અનુષ્કા શર્માએ આપ્યો દીકરીને જન્મ

વિરાટ કોહલી બન્યો પિતા, અનુષ્કા શર્માએ આપ્યો દીકરીને જન્મ

 | 4:19 pm IST
  • Share

ટીમ ઈન્ડિયાના કપ્તાન (Team India Captain) વિરાટ કોહલી (Virat Kohli)ની અભિનેત્રી પત્ની અનુષ્કા શર્માના ઘરે દિકરીનો જન્મ થયો છે. વિરાટ અને અનુષ્કા (Virat-Anushka)ના કરોડો ચાહકો પણ એ પળની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા હતા. વિરાટ અને અનુષ્કાના ઘરે દીકરી અવતરી છે. અનુષ્કાના અવરાતનારા બાળકને લઈને ભવિષ્યવાણી થઈ હતી. જાણિતા જ્યોતિષ પંડિત જગન્નાથ ગુરૂજી (Jagannath Guruji)એ કહ્યું છે કે, વિરાટ અને અનુષ્કાના ઘરે એક નાની પરી જન્મ લેશે. જે આજે સાચી પડી છે. આ સમાચારથી ચાહકોના આનંદનો પાર નથી રહ્યો. લોકો આ ખુશખબર સાંભળીને ખુબ જ ખુશ થયા છે. વિરાટ કોહલી અને અનુષ્કાને અભિનંદન પાઠવી રહ્યા છે.

અનુષ્કા શર્માએ દીકરીને જન્મ આપ્યો છે. અનુષ્કા અને વિરાટની દીકરીનો જન્મ મુંબઈની બ્રીચ કેંડી હોસ્પિટલમાં આજે બપોરે થયો હતો. વિરાટ કોહલીએ આ માહિતી સોશિયલ મીડિયા દ્વારા આપી હતી. અને દીકરીના આગમનની જાણકારી આપી હતી.

વિરાટ કોહલીએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, અમે બંનેને આ વાતની જાણકારી આપતા ખુશી થાય છે કે આજ બપોરે અમારા ઘરે દીકરીનો જન્મ થયો છે. અમે તમારા પ્રેમ અને મંગલકામનાઓ માટે આભારી છીએ. અનુષ્કા અને દીકરી બંને સ્વસ્થ છે.

અનુષ્કાએ પ્રેગ્નન્સીના અંતિમ દિવસોમાં બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું હતું

અનુષ્કાએ જાણીતા વોગ મેગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યું હતું. આ બોલ્ડ ફોટોશૂટમાં અનુષ્કાએ બેબી બમ્પ ફ્લોન્ટ કર્યો હતો. આટલું જ નહીં અનુષ્કાએ પ્રેગ્નન્સી જર્ની અંગે પણ વાત કરી હતી. અનુષ્કા શર્માએ વોગ સાથેની વાતચીતમાં કહ્યું હતું, ‘લૉકડાઉનને કારણે મારી સાથે પતિ વિરાટ કહોલી જ હતો. બધા જ ઘરની અંદર બંધ હોવાથી કોઈને પણ ખ્યાલ ના આવ્યો કે હું પ્રેગ્નન્ટ છું. કોરોના આ રીતે મારા માટે આશીર્વાદરૂપ બન્યો હતો. જ્યારે પણ ડૉક્ટરને બતાવવા જવાનું થતું ત્યારે રોડ પર કોઈ અમને જોઈ શકતું નહોતું.’

વધુમાં અનુષ્કાએ કહ્યું હતું કે પ્રેગ્નન્સીના શરૂઆતના દિવસોમાં તે ‘બુલબુલ’નું પ્રમોશન કરતી હતી. એકવાર ઝૂમ કૉલ પર તે પ્રમોશન કરતી હતી ત્યારે અચાનક જ તેની તબિયત ખરાબ થઈ અને તેને વોમિટિંગ જેવું થવા લાગ્યું હતું. તેણે તરત જ વીડિયો ઑફ કરીને તેના ભાઈ કર્ણેશ શર્માને મેસેજ કર્યો હતો. જો તે સેટ પર કે સ્ટૂડિયોમાં હોત તો દરેકને આ વાતની ખબર પડી ગઈ હોત.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

વિરુષ્કાએ 2017માં લગ્ન કર્યાં હતા

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ 11 ડિસેમ્બરે 2017માં ઇટલીમાં પરિવાર અને મિત્રોની હાજરીમાં લગ્ન કર્યાં હતા. તેમના રિસેપ્શનમાં વડાપ્રધાન મોદીએ પણ હાજરી આપી હતી. લોકડાઉન દરમ્યાન કપલે ઘરે સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કર્યો હતો.અનુષ્કા તથા વિરાટે ગુડ ન્યૂઝની જાણ સોશિયલ મીડિયા પર તેમનો ફોટો શેર કરીને કરી હતી. અનુષ્કાએ લખ્યું હતું, ‘અને પછી, અમે ત્રણ થઇ જશું. જાન્યુઆરી 2021માં આવી રહ્યું છે.’ અનુષ્કા શર્માએ કહ્યું હતું કે પ્રેગ્નન્સીના શરૂઆતના ત્રણ મહિના તે માત્ર ટોસ્ટ તથા ક્રેકર્સ ખાતી હતી. હવે છેલ્લા મહિનામાં તે વડાપાઉં તથા ભેળપૂરી ખાય છે. ઉલ્લેખનીય છે કે અનુષ્કા શર્મા જાન્યુઆરીમાં પ્રથમ સંતાનને જન્મ આપશે. ડિલિવરી બાદ અનુષ્કા મે મહિનામાં કામ પર પરત ફરશે.

આ વીડિયો પણ જુઓઃ અરવલ્લી ગોઢા ગામની ત્વિષા પટેલે ISSOમાં દેશમાં પ્રથમ ક્રમાંકે પાસ થઇ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન