કોઈપણ 1 મંત્રનો કરો 108 વખત જાપ, ધનની ખામી થશે દૂર - Sandesh
  • Home
  • Astrology
  • કોઈપણ 1 મંત્રનો કરો 108 વખત જાપ, ધનની ખામી થશે દૂર

કોઈપણ 1 મંત્રનો કરો 108 વખત જાપ, ધનની ખામી થશે દૂર

 | 2:53 pm IST

આજના સમયમાં ધનની આવશ્યકતા ન હોય તેવી કોઈ વ્યક્તિ દુનિયામાં હશે નહીં. ધન પ્રાપ્તિ માટે લોકો માતા લક્ષ્મીની પૂજા-અર્ચના પણ કરતાં હોય છે. પરંતુ આજ સુધી તમે નહીં જાણ્યું હોય કે લક્ષ્મી કૃપા પ્રાપ્ત કરવા માટેનો એક સરળ ઉપાય પણ જ્યોતિષ શાસ્ત્રમાં દર્શાવાયો છે. આ ઉપાય છે કેટલાક ‘નમસ્કાર મંત્ર’. આ મંત્રોમાંથી કોઈપણ એકનો જાપ નિયમિત કરવાથી ધનલાભ અવશ્ય થાય છે.

માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે આ સરળ મંત્રનો નિયમપૂર્વક જાપ કરવો જરૂરી છે. આ 10માંથી કોઈપણ એક મંત્રનો જાપ સવારે, બપોરે અને રાત્રે સૂતી વખતે 108 વખત કરવો. માતા લક્ષ્મીની કૃપાની અવશ્ય પ્રાપ્ત થશે.

લક્ષ્મી મંત્ર
ॐ धनाय नम:
ॐ धनाय नमो नम:
ॐ लक्ष्मी नम:
ॐ लक्ष्मी नमो नम:
ॐ लक्ष्मी नारायण नम:
ॐ नारायण नमो नम:
ॐ नारायण नम:
ॐ प्राप्ताय नम:
ॐ प्राप्ताय नमो नम:
ॐ लक्ष्मी नारायण