- Home
- Supplements
- Nakshatra
- લક્ષ્મીજીને નિયમિત ગુલાબનું ફૂલ અર્પિત કરવાથી આર્થિક સમસ્યામાં રાહત મળશે

લક્ષ્મીજીને નિયમિત ગુલાબનું ફૂલ અર્પિત કરવાથી આર્થિક સમસ્યામાં રાહત મળશે

દેવી-દેવતાની પૂજા અર્ચના કરવા માટે ફળ-ફૂલને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે. ફૂલ દેખાવમાં સુંદર હોવાની સાથે શુભ અને પવિત્ર હોય છે. જ્યોતિષની જાણકારી મુજબ સુંદરતા અને સુંગધથી ભરપૂર ફૂલોના ઉપયોગથી મનોકામના પૂરી કરવામાં આવે છે. જે ઘરના આંગણામાં ફૂલ-છોડ હોય છે, ત્યાં સકારાત્મક ઊર્જાનો સંચાર વધે છે. તેથી જ ઘરના આંગણામાં ફૂલોના છોડને રોપવામાં આવે છે.
ધાર્મિક માન્યતા
ફૂલનો ઉપયોગ પૂજા અને ઉપાસના માટે કરવામાં આવે છે. ફૂલ ઇશ્વરને પ્રિય છે, તેથી ફૂલ દેવી દેવતાને અર્પિત કરવાથી તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
ઇશ્વરની ઉપાસનામાં ફૂલોનું મહત્ત્વ
ફૂલ મનુષ્યની શ્રદ્ધા અને ભાવનાનું પ્રતીક છે.
ફૂલ મનુષ્યની માનસિક સ્થિતિ વિશે જાણકારી આપે છે.
ફૂલોના વિવિધ રંગો અને તેની વિવિધ પ્રકારની સુંગધ એક અલગ જ પ્રકારનો પ્રભાવ ઉત્પન્ન કરે છે.
કોઇપણ ધાર્મિક પૂજા વિધિની વાત કરવામાં આવે ત્યારે પહેલા ફૂલ-હાર મંગાવવામાં આવે છે. ફૂલોમાં મુખ્ય ગલગોટાના ફૂલ અને ગુલાબનું ફૂલ તો અચુક હોય છે. ગુલાબનું ફૂલ દેખાવમાં તો સુંદર હોય છે, તેની સાથે તે ફૂલમાંથી સુંગધ પણ સુંદર આવે છે. તો આવો આ ગુલાબનું ધાર્મિક મહત્ત્વ તથા વિશેષતા વિશે વિગતે માહિતી મેળવીએ.
ગુલાબના ફૂલનું મહત્ત્વ
ગુલાબનું ફૂલ દરેક સંબંધમાં પ્રેમ વધારવાનું કામ કરે છે. જ્યોતિષની જાણકારી મુજબ માનવામાં આવે છે, કે ગુલાબના ફૂલના પ્રયોગથી પ્રેમ, વિવાહ અને ધનસંપત્તિથી જોડાયેલી તમામ સમસ્યાઓ દૂર કરી શકે છે.
ગુલાબનું ફૂલ એક અદ્દભુત અને ચમત્કારી ફૂલ છે.
સંબંધોમાં મીઠાશ લાવીને, તે સંબંધને જોડવાનું કાર્ય કરે છે, ગુલાબનું ફૂલ.
માનવામાં આવે છે, કે લક્ષ્મીજીને જો નિયમિત રીતે ગુલાબ અર્પિત કરવામાં આવે તો આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે, તથા દેવી લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
ગુલાબ વિવિધ પ્રકારના રંગોમાં જોવા મળે છે, પરંતુ જ્યારે પૂજા વિધિમાં ગુલાબના ફૂલના ઉપયોગની વાત આવે ત્યારે લાલ ગુલાબ જ ઉપયોગમાં લેવામાં આવે છે.
લાલ રંગના ગુલાબનો સીધો સંબંધ મંગળ ગ્રહ સાથે છે, અને તેની સુંગધનો સીધો સંબંધ શુક્ર સાથે છે.
ગુલાબનો પ્રયોગ પ્રેમ, આકર્ષણ, સંબંધ અને આત્મ વિશ્વાસ માટેનું વરદાન છે.
ગુલાબના ફૂલમાં વિવિધતા
ગુલાબના ફૂલને ફૂલોનો રાજા માનવામાં આવે છે. ગુલાબ દરેક રંગમાં જોવા મળે છે, ખાસ કરીને સફેદ, ગુલાબી અને લાલ રંગમાં જોવા મળે છે. અત્યારના સમયમાં તો વાદળી અને કાળા રંગના ગુલાબ પણ બજારમાં આવે છે.
ગુલાબ કેમ કહેવામાં આવે છે ?
પહેલાના સમયમાં ગુલાબનું ફૂલ માત્ર ગુલાબી રંગમાં જ જોવા મળતું હતું. તેથી આ ફૂલને ગુલાબ તરીકે ઓળખવામાં આવે છે.