lakshya sen enters in finals of india open badminton super 500 tournament
  • Home
  • Sports
  • Other Sports
  • ઈન્ડિયા ઓપન: ભારતના આ યુવા ખેલાડીનો ફાઈનલમાં પ્રવેશ

ઈન્ડિયા ઓપન: ભારતના આ યુવા ખેલાડીનો ફાઈનલમાં પ્રવેશ

 | 6:47 pm IST
  • Share

  • લક્ષ્ય સેન ઈન્ડિયા ઓપનની ફાઇનલમાં

  • ટાઈટલ માટે વર્લ્ડ ચેમ્પિયન લોહ કીન સાથે ટક્કર

  • સેમિફાઇનલમાં મલેશિયાના ખેલાડીને 3 ગેમમાં હરાવ્યો

યુવા શટલર લક્ષ્ય સેને યોનેક્સ-સનરાઈઝ ઈન્ડિયા ઓપનની અંતિમ 4ના મુકાબલામાં મલેશિયાના એનજી ત્જે યોંગને હરાવીને તેની પ્રથમ વર્લ્ડ ટૂર સુપર 500 ટુર્નામેન્ટની ફાઇનલમાં જગ્યા બનાવી છે. તેણે સેમિફાઇનલમાં મલેશિયાના ખેલાડીને 3 ગેમમાં હરાવ્યો હતો.

લક્ષ્ય સેનનું શાનદાર પ્રદર્શન

વર્લ્ડ ચેમ્પિયનશિપના બ્રોન્ઝ મેડલ વિજેતા લક્ષ્ય સેને ઈન્ડિયા ઓપન બેડમિન્ટનની ટાઈટલ મેચમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. લક્ષ્યે શનિવારે અંતિમ-4 મુકાબલામાં મલેશિયાના એનજી ત્જે યોંગને હરાવીને તેની પ્રથમ વર્લ્ડ ટૂર સુપર 500 ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ઉત્તરાખંડના 20 વર્ષીય ખેલાડીએ મેન્સ સિંગલ્સની સેમિફાઇનલની પહેલાની મેચમાં વર્લ્ડ રેન્કિંગના 60મા ક્રમે આવેલા યોંગને 19-21, 21-16, 21-12થી હરાવ્યો હતો.

રવિવારે ફાઇનલમાં વિશ્વ ચેમ્પિયન સામે ટક્કર

ત્રીજો ક્રમાંકિત લક્ષ્ય સેન રવિવારે ફાઇનલમાં વિશ્વ ચેમ્પિયન સિંગાપોરના લોહ કીન યૂ સામે ટકરાશે. લોહને વોકઓવર આપવામાં આવ્યો હતો કારણ કે કેનેડાના બ્રાયન યાંગ ગળામાં દુખાવો અને માથાનો દુખાવો થતાં સેમિફાઇનલમાંથી બહાર નીકળી ગયો હતો. આ બંને ખેલાડીઓ ગયા વર્ષે ડચ ઓપનની ફાઇનલમાં સામસામે આવી ચુક્યા છે, જે મેચમાં પાંચમી ક્રમાંકિત લોહે બાજી મારી હતી.

સેમિફાઇનલમાં ધમાકેદાર જીત

લક્ષ્ય અને ત્જે યોંગ વચ્ચે જોરદાર સ્પર્ધા હતી. પ્રથમ ગેમમાં મલેશિયાએ 21-19થી જીત મેળવી હતી પરંતુ લક્ષ્યે પુનરાગમન કર્યું હતું અને આગામી ગેમ 21-16થી જીતી લીધી હતી. ત્રીજી અને નિર્ણાયક ગેમમાં, લક્ષ્યે 21-12થી જીત નોંધાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી. સેને બે સુપર 100 ટાઇટલ જીત્યા છે, જેમાં ડચ ઓપન અને સારલોરલક્સ ઓપનનો સમાવેશ થાય છે.

વર્ષ 2022ની પ્રથમ બેડમિન્ટન ટુર્નામેન્ટ

ઈન્ડિયા ઓપન 2022માં આ વર્ષની પ્રથમ બેડમિન્ટન ટુર્નામેન્ટ છે જેમાં ટુર્નામેન્ટ શરુ થ્નાતા પહેલા જ કોરોના બોમ્બ ફૂટ્યો હતો. ભારતના 7 ખેલાડીઓ કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળ્યા હતા. વર્લ્ડ બેડમિન્ટન ફેડરેશન દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી હતી. જે બાદ આ તમામ ખેલાડીઓ ટૂર્નામેન્ટમાંથી ખસી ગયા હતા. આ તમામ ખેલાડીઓનો કોરોના ટેસ્ટ માટે RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે 7 ખેલાડીઓ ઈન્ડિયા ઓપન ટુર્નામેન્ટમાંથી ખસી ગયા હતા. તેમના નામ છે અશ્વિની પોનપ્પા, રિતિકા રાહુલ, ત્રિસા જોલી, મિથુન મંજુનાથ, સિમરન, અમન સિંહ અને ખુશી ગુપ્તા. સાથે જ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતનાર કિદામ્બી શ્રીકાંતનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો