lal-krishna-advani-birthday-rahul-gandh-wishing
  • Home
  • Featured
  • અડવાણીના જન્મદિવસ પર રાહુલ ગાંધીનું ટ્વિટ- ‘મનની ખુશી મળે’

અડવાણીના જન્મદિવસ પર રાહુલ ગાંધીનું ટ્વિટ- ‘મનની ખુશી મળે’

 | 5:17 pm IST

કોંગ્રેસના યુવાધ્યક્ષ રાહુલ ગાંધીએ બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને તેના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી હતી. રાહુલે ટ્વિટ કરી અડવાણીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.

રાહુલ ગાંધીએ ટ્વિટમાં લખ્યું, હું તેમના સારા સ્વાસ્થ્યસ લાબું જીવન અને મનની ખુશીની કામના કરું છું.

અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અડવાણીને ઘર જઇને તેમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. ગુરુવારે અડવાણી 91 વર્ષના થઇ ગયા છે. પીએમ મોદીએ એક ટ્વિટમાં લખ્યું કે, ભારતની રાજનીતિ પર શ્રી લાલકૃષ્ણ અડવાણીજીનો ઘણો પ્રભાવ છે. નિ:સ્વાર્થ ભાવથી અને હાર્યા-થાક્યા વગર તેમણે ભારતીય જનતા પાર્ટી બનાવી અને કાર્યકર્તાઓને આગળનો રસ્તો દેખાડ્યો હતો.

કેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથ સિંહે પણ અડવાણીને શુભેચ્છા આપી હતી. તેમણે એક ટ્વિટમાં લખ્યું, ભારતની રાજનીતિના દિગ્ગજ નેતા લાલ કૃષ્ણ અડવાણીનો જન્મદિવસ પર હાર્દિક શુભકામનાઓ. તેમને શરૂઆતથી બીજેપીને ઉછેરીને મોટું કર્યું છે. લાખો પાર્ટી કાર્યકર્તાઓ માટે અડવાણીજી પ્રેરણાસ્ત્રોત છે. ઈશ્વર તેમને સારું સ્વાસ્થ્ય અને દીર્ઘાયુના આર્શીવાદ આપે.