Ram gopal Verma is horror than the films and the daring is The story of Lalit story
  • Home
  • Featured
  • બુરાડી કાંડ: રામગોપાલ વર્માની ફિલ્મો કરતા પણ વધુ હોરર અને ડરાવની છે લલિતની કહાની…

બુરાડી કાંડ: રામગોપાલ વર્માની ફિલ્મો કરતા પણ વધુ હોરર અને ડરાવની છે લલિતની કહાની…

 | 1:40 pm IST

બુરાડીમાં એક જ પરિવારના 11 લોકોએ એક સાથે આત્મહત્યા કરી હોવાનો મામલો દિવસેને દિવસે વધુ ગૂંચવાતો જાય છે. પોલીસનું સર્ચ અભિયાન તે બાજુ ઈશારો કરી રહ્યું છે કે લલિત 11 લોકોના આત્મહત્યા પાછળ જવાબદાર હતો. પોલીસનો દાવો છે કે, લલિત કહેતો હતો કે તેણે પોતાના પિતાની આત્મા દેખાય છે. અને તેની સાથે વાતો કરે છે, પરંતુ શું સાચે આવું શક્ય છે? ડૉક્ટર આ વાતને બિલકુલ માનતા નથી. તેમનું કહેવું છે કે, આવી વાતો તે લોકો કરે છે, જે મનોરોગી હોય છે. પરંતુ લલિતની આ વાતને આપણે લગે રહો ‘મુન્ના ભાઈ’ અને ‘ભૂલ ભુલૈયા’ જેવી ફિલ્મો સાથે જોડીને શકીએ છીએ.

ફિલ્મ લગે રહો ‘મુન્ના ભાઈ’માં તમે જોયું હશે કે સંજય દત્તને મુશ્કેલીના સમયમાં મહાત્મા ગાંધી નજરે પડે છે અને તે તેમની સાથે વાત કરે છે. જ્યારે ‘ભૂલ-ભુલૈયા’માં જ્યારે વિદ્યા બાલનને કોઈ આત્માનો અહેસાસ થાય છે, ત્યારે તેનો અવાજ બિલકુલ બદલાઈ જાય છે, પરંતુ આ બધી ચીજો માત્ર લોકોના મનોરંજન માટેની હતી. સચ્ચાઈ સાથે તેનું કોઈ લેવા દેવા નથી. બસ તેની જેમ લલિતને પણ પોતાના પિતા દેખાતા હતા. તે તેમની સાથે વાત કરતો હતો. લલિતની આ સ્થિતિને હલૂસનેશન અને ડેલ્યૂજન કહેવામાં આવે છે.

આ વિશે ઈન્સ્ટીટ્યૂટ ઓફ હ્યૂમન બિહેવિયર એન્ડ અલાઈડ સાઈંસેજ (ઈહબાસ)ના ડિપાર્ટમેન્ટ ઓફ સાઈકેટ્રી સોશયલ વર્કના કંસલ્ટેંટ ડૉ. હિમાંશુ સિંહનું કહેવું છે કે લલિત અને તેના પિતાના સંબંધ વિશે જે કહેવામાં આવી રહ્યું છે, તેને હલૂસનેશન અને ડેલ્યૂજનમાં રાખવામાં આવી શકે છે. હલૂસનેશન એક પ્રકારનો ગંભીર અહેસાસ છે તેના ત્રણ પ્રકાર હોય છે. ઓડિટરી, વિઝુઅલ અને ટેક્ટાઈલ. ઓડિટરીમાં વ્યક્તિને આ પ્રકારના અવાજો સંભળાય છે, જ્યારે વિઝુઅલમાં તેણે તે ચીજ દેખાય છે, જે વાસ્તમાં હાજર નથી. લલિતની સાથે પણ આ બે ચીજો થતી હતી. તેમના પિતા દેખાતા પણ હતા અને તેમનો અવાજ પણ સંભળાતો હતો. આ કહાની લગે રહો મુન્ના ભાઈમાં સંજય દત્તની સાથે પણ દેખાડવામાં આવી છે.

તેના સિવાય લલિત ડેલ્યૂજનનો શિકાર હતો. આ એક પ્રકારનો વિચારોનો રોગ છે. તેમાં વ્યક્તિના વિચાર એક સમય મર્યાદા સુધી બાધ્ય થઈ જાય છે અને તે હંમશાં એક ચીજ વિશે વિચારવા લાગે છે અને ધીરે ધીરે તે ચીજ તેના પર હાવી થઈ જાય છે.