Lalji Patel Gave Statement About Hardik Patel After He Announced To Join Congress
  • Home
  • Election 2019
  • હાર્દિક કૉંગ્રેસમાં જોડાય તે પહેલા જ ઉઠ્યા વિરોધનાં સૂર, લાલજી પટેલે કહ્યું કે…

હાર્દિક કૉંગ્રેસમાં જોડાય તે પહેલા જ ઉઠ્યા વિરોધનાં સૂર, લાલજી પટેલે કહ્યું કે…

 | 10:57 pm IST

હાર્દિક પટેલ કૉંગ્રેસમાં જોડાય તે પહેલા જ વિરોધનાં સૂર ઉઠ્યા છે. કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખથી લઇને તમામ મોટા નેતાઓ હાર્દિકથી નારાજ છે. હાર્દિકે જાતે જામનગર સીટથી ચૂંટણી લડવાની જાહેરાત કરતા કૉંગ્રેસનાં નેતાઓ નારાજ જોવા મળી રહ્યા છે. હાર્દિક કૉંગ્રેસમાં જોડાય તે પહેલા જ ફાટા પડી રહ્યા છે. તો હાર્દિક અને અલ્પેશનાં કારણે કૉંગ્રેસમાં ધ્રુવીકરણ થવાની પણ શક્યતા રહેલી છે, ત્યારે હાર્દિક કૉંગ્રેસમાં આવતાની સાથે ડખો ચાલું થઇ ગયો છે.

હાર્દિક પટેલ કૉંગ્રેસમાં જોડાવવાનાં મામલે લાલજી પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. લાલજી પટેલે કહ્યું કે, “હાર્દિક પટેલે અનેકવાર મીડિયા સમક્ષ સમાજનાં મુદ્દાઓ પુરા કર્યા બાદ રાજકીય પાર્ટીમાં જોડાશે નહીં તેવી વાત કરી હતી.” તેમણે કહ્યું કે, “હાર્દિક જો કૉંગ્રેસમાં જોડાશે તો પાટીદાર સમાજ તેનો વિરોધ કરશે. હાર્દિક પટેલ પોતાની મહત્વાકાંક્ષા પુરી કરવા નેતા બનવા જઇ રહ્યો છે. હાર્દિકે પાટીદાર સમાજનાં વિરોધનો સામનો કરવો પડશે.”

લાલજી પટેલે કહ્યું કે, “હાર્દિક કોઇપણ જગ્યાએથી ચૂંટણી લડશે તો તેણે સમાજનાં વિરોધનો સામનો કરવો પડશે. જો હાર્દિક પાટીદાર સમાજ સાથે ગદ્દારી કરશે તો આવનારી લોકસભા ચૂંટણીમાં વૉટથી જવાબ આપશે.”