NIFTY 10,085.40 -1.20  |  SENSEX 32,272.61 +30.68  |  USD 64.0725 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • લાલુ પ્રસાદને હવે દર મહિને મળશે 10000 રૂપિયાનું પેન્શન, જાણો કેમ

લાલુ પ્રસાદને હવે દર મહિને મળશે 10000 રૂપિયાનું પેન્શન, જાણો કેમ

 | 4:42 pm IST

બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને જનતા દળ(યુ)ના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવે જયપ્રકાશ (જેપી) સેનાની સન્માન યોજના હેઠળના પેન્શન માટે અરજી કરી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી લાલુ પ્રસાદના નજીકના અને બહાદુરપુર વિધાનસભા ક્ષેત્રના આરજેડી વિધાનસભ્ય ભોલા યાદવે આજે કહ્યું કે તમામ પ્રક્રિયાઓ પૂરી કર્યા બાદ લાલુ પ્રસાદની અરજીને ગૃહ મંત્રાલય મોકલી દેવાઈ છે.

ભોલા યાદવે જણાવ્યું કે જેપી સેનાની સન્માન યોજના માટે લાલુ પ્રસાદને દર મહિને 10હજાર રૂપિયાની રકમ પેન્શન તરીકે મળશે કારણ કે જેપી આંદોલન દરમિયાન તેઓ 6 મહિનાથી વધુ સમય જેલમાં રહ્યા હતાં. જેપી સન્માન પેન્શન રકમમાં બે શ્રેણી છે. જેમાં છ મહિનાથી ઓછા મહિના જેલમાં રહેનારાઓને રાજ્ય સરકાર પાંચ હજાર રૂપિયા પેન્શન આપે છે જ્યારે છ મહિનાથી વધુ સમય જેલમાં રહેનારાઓને રાજ્ય સરકાર 10 હજારની રકમ આપે છે. બિહારમાં વર્ષ 2009થી લાગુ આ યોજનામાં વર્તમાન સમયમાં 2500થી વધુ લોકો આ લાભ મેળવી રહ્યાં છે.

અત્રે જણાવવાનું કે 1974માં જયપ્રકાશ નારાયણે સંપૂર્ણ ક્રાંતિનો નારો આપ્યો હતો. તેમણે ઈન્દિરા ગાંધીની સકારને ઉખાડી ફેંકવા માટે આ આહ્વાન કર્યું હતું. લોકનાયક જયપ્રકાશ નારાયણે કહ્યું હતું કે ‘સંપૂર્ણ ક્રાંતિ’માં સાત ક્રાંતિઓ રાજનીતિક, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, બૌદ્ધિક, શૈક્ષણિક અને આધ્યાત્મિક ક્રાંતિ સામેલ છે. આ સાતેય ક્રાંતિઓનું સમગ્ર સ્વરૂપ સંપૂર્ણ ક્રાંતિ છે.