લાલૂ પ્રસાદ યાદવની જામીન અરજી મંજૂર, પુત્રના લગ્નમાં થશે શામેલ - Sandesh
  • Home
  • India
  • લાલૂ પ્રસાદ યાદવની જામીન અરજી મંજૂર, પુત્રના લગ્નમાં થશે શામેલ

લાલૂ પ્રસાદ યાદવની જામીન અરજી મંજૂર, પુત્રના લગ્નમાં થશે શામેલ

 | 1:47 pm IST

ઘાંસચારા કૌભાંડમાં જેલની સજા ભોગવી રહેલા રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના અધ્યક્ષ લાલૂ પ્રસાદ યાદવની જામીન અરજી આખરે મંજૂર કરી લેવામાં આવી છે. લાલૂની આ જામીન અરજી તેમના પુત્ર તેજ પ્રતાપ યાદવના લગ્નમાં ભાગ લેવા માટે મંજૂર કરવામાં આવી છે.

લાલૂ પ્રસાદના 5 દિવસ માટેના જામીન મંજૂર કરવામાં આવ્યાં છે. તેજ પ્રતાપ યાદવ અને બિહારના ભૂતપૂર્વ મંત્રી ચંદ્રિકા રાયની દિકરી એશ્વર્યા રાયની 12મી મે એ લગ્ન યોજાશે.

બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી લાલૂ પ્રસાદ યાદવને ઘાંસચારા કૌભાંડમાં સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે દોષિત ઠેરવ્યાં હતાં. તેઓ ડિસેમ્બરથી જેલમાં છે. હાલ તેમની રાંચી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેઓ આજે બુધવારે સાંજે પટના જેલ જશે.

ગત સપ્તાહે લાલૂ પ્રસાદ યાદવે અસ્થાયી જામીન માટે ઝારખંડ હાઈકોર્ટ સમક્ષ અરજી કરી હતી, પરંતુ વકીલોની હડતાળના કારણે ન્યાયિક કાર્યવાહી સ્થગિત હોવાના કારણે સુનાવણી થઈ શકી ન હતી. ત્યાર બાદ લાલૂએ પોલીસ મહાનિર્દેશક જેલ સમક્ષ જામીન અરજી આપી હતી.