લાલુ પ્રસાદ યાદવ જેલમાં જાતે જ બનાવે છે સ્વાદિષ્ટ ભોજન - Sandesh
  • Home
  • India
  • લાલુ પ્રસાદ યાદવ જેલમાં જાતે જ બનાવે છે સ્વાદિષ્ટ ભોજન

લાલુ પ્રસાદ યાદવ જેલમાં જાતે જ બનાવે છે સ્વાદિષ્ટ ભોજન

 | 1:17 pm IST

ઘાંસચારા કૌભાંડમાં સીબીઆઈની સ્પેશિયલ કોર્ટ દ્વારા દોષિત જાહેર કરવામાં આવેલા રાષ્ટ્રિય જનતા દળના સુપ્રીમો લાલૂ પ્રસાદ યાદવ ઝારખંડની રાજધાનીની બિરસા મુંડા જેલમાં બંધ છે. ખાવાના શોખીન લાલુ જેલના ભોજનને વધુ લિજ્જતદાર બનાવવા પોતે જ પોતાનું મનપસંદ જમવાનું બનાવી રહ્યાં છે.

જેલના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ખૈની ખાવાના શોખીન લાલુ જેલમાં સારા પ્રકારની ખૈની ન મલતા ભારે નારાજ અને પરેશાન હતાં. તેમના ખાસ આગ્રહ પર તેમની પનસંદ ખૈની પટનાથી મંગાવવામાં આવી હતી. આરજેડીના એક કાર્યકર્તાએ પટનાથી ખૈની લાવી આપી હતી.

અહેવાલ અનુંસાર લાલુ પ્રસાદે બે મિનિટ મોઢામાં ખૈની રાખી, ત્યાર બાદ તેને થૂંકી દીધી. તેમણે જેલના રસોઈયાને બિહારી લહેજામાં કહ્યું હતું કે, ‘એ મે દમ બા, હટ અબ હમ બનાઈલ ખાના’. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, લાલુ મેસમાં પહોંચી ગયાં અને મનપસંદ નેનુઆ (તોરઈ)નું શાક, અડદની દાળ અને કારેલાના ભુજીયા પોતાના હાથે બનાવ્યા હતાં. જેલના રસોઈયાએ પણ લાલુ દ્વારા બનાવવામાં આવેલા ભોજનના વખાણ કર્યાં હતાં.

મુલાકાતીઓનો ધસારો, પણ મળવાની મનાઈ

લાલૂ યાદવને જેલમાં મળવા આરજેડી નેતાઓની લાઈન લાગી છે. પરંતુ કોઈને પણ લાલુને મળવા દેવાની મંજુરી નથી અપાઈ. લાલુને મળવા ધારાસભ્ય ભોલા યાદવ, જનાર્દન પાસવાન, એમએલસી રણવિજય સિંહ, ઝારખંડના વરિષ્ઠ નેતા અનિલ સિંહ આઝાદ સહિત અનેક લોકો લાલુને મળવા પહોંચ્યાં હતાં. પરંતુ જેલ પ્રસાસન દ્વારા મંજૂરી ન મળતા તેઓ નારાજ થયાં હતાં.

જેલ પ્રશાસનનું કહેવું છે કે, જેલ મેન્યુઅલ અનુંસાર, એક સપ્તાહમાં માત્ર ત્રણ જ લોકો લાલૂને મળી શકે છે. સામે કેટલાક નેતાઓએ દલીલ કરી હતી કે અગાઉ 2013માં લાલુ પ્રસાદ જેલમાં હતાં ત્યારે આ પ્રકારના પ્રતિબંધો ન હતાં. પરંતુ ભાજપની સરકાર હોવાના કારણે તેમને હેરાન કરવામાં આવી રહ્યાં છે. જેડીયૂના ભૂતપૂર્વ રાષ્ટ્રિય અધ્યક્ષ શરદ યાદવે પણ લાલુ પ્રસાદને ન મળવા માટે જેલ સુપ્રીટેડેંટને ફોન કર્યો હતો, પરંતુ જેલ સુપ્રીટેંડેંટે મળવાની મંજુરી આપવાનો ઈનકાર કરી દીધો હતો.