NIFTY 10,214.75 +96.70  |  SENSEX 33,106.82 +346.38  |  USD 65.2750 +0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • બિહારની રાજનીતિમાં ગરમાવો : રેડથી ગિન્નાયેલા લાલુએ સોમવારે બોલાવી પાર્ટીની બેઠક

બિહારની રાજનીતિમાં ગરમાવો : રેડથી ગિન્નાયેલા લાલુએ સોમવારે બોલાવી પાર્ટીની બેઠક

 | 4:53 pm IST

બિહારમાં લાલુ યાદવના પરિવારના સદસ્યો પર ચાલી રહેલી છાપામારી વચ્ચે હવે રાજનીતિક પારો તેજ થવા લાગ્યો છે. તમામ અટકળો વચ્ચે આરજેડીએ સોમવારે પોતાના તમામ ધારાસભ્યોની બેઠક બોલાવી છે. તેના એક દિવસ બાદ એટલે કે મંગળવારે નીતિશ પણ પોતાના ધારાસભ્યો અને સાંસદોની સાથે બેઠક યોજવાના છે. હકીકતમાં તેજસ્વી યાદવ પર લાગેલ આરોપોની વચ્ચે બીજેપી સતત તેમના રાજીનામાની માંગણી કરી રહ્યું છે. જ્યારે કે, નીતિશ આ મુદ્દે હજી પણ ચુપ્પી સાધીને બેસ્યા છે.

ઉલ્લેખનીય છે કે, એક દિવસ પહેલા શનિવારે સીબીઆઈ છાપામારીથી પરેશાન રાજદ પ્રમુખ લાલુ પ્રસાદ પ્રતિ એકજૂટતા બતાવવા માટે બિહારની મહાગઠબંધન સરકારમાં સામેલ કોંગ્રેસના નેતાઓએ લાલુ યાદવના નિવાસ સ્થાને જઈને તેમની સાથે મુલાકાત કરી હતી. રાષ્ટ્રપતિ ઈલેક્શનમાં વિપક્ષી દળોની ઉમેદવાર મીરા કુમારને પડોશી રાજ્ય ઝારખંડ રવાના કર્યા બાદ બિહાર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અશોક ચૌધરી અને બિહાર વિધાનસભામાં પાર્ટી ધારાસભ્ય દળના નેતા સદાનંદ સિંહે લાલુની મુલાકાત કરી હતી. કોંગ્રેસના આ નેતાઓની સાથે તત્કાલીન બિહાર સરકારમાં કોંગ્રેસના મંત્રી રહેલા અવધેશ કુમાર સિંહ અને મદનમોહન ઝા પણ ઉપસ્થિત રહ્યા હતા. લાલુ સાથે મુલાકાત બાદ ચૌધરીએ કહ્યું કે, લાલુ સાથે આ તેમની વ્યક્તિગત મુલાકાત હતી, રાજનીતિક નહિ.

તેમણે જોકે, લાલુ પ્રસાદ અને તેમના પરિવારના 12 ઠેકાણાઓ પર શુક્રવારે સીબીઆઈ દ્વારા પાડવામાં આવેલી રેડને લઈને ભાજપ સરકાર પર પ્રહાર કરીને આરોપ લગાવ્યો કે, જનાદેશના માધ્યમથી અમને હરાવવામાં વિફળ રહ્યા તો હવે અમને નિશાન બનાવવા માટે સરકારી મશીનરીનો ઉપયોગ કરી રહ્યા છે. ચૌધરી બિહારની મહાગઠબંધન સરકારમાં શિક્ષા મંત્રી પણ છે.