લાલૂએ બનાવ્યા સુશીલકુમારને નિશાન, “કાન વિંધાવી લો, માથું મુંડાવી લો, કદાચ તમારું ભલુ થઈ જાય”

આરએસએસના આજીવન સભ્ય સુશીલ કુમાર મોદીભાજપના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર રહી ચૂકેલા છે તેમજ બિહારમાં નાણાં પ્રધાન તરીકે પણ સેવા આપી ચૂક્યા છે તેવા સુશીલકુમાર મોદી અને લાલૂ યાદવ વચ્ચે જાણો કેમ છેડાઈ ગયું સોશિયલ મીડિયામાં યુદ્ધ

549

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મળેલી જીત પછી રાષ્ટ્રીય જનતા દળ(રાજદ) અધ્યક્ષ લાલૂ પ્રસાદ યાદવ અને ભાજપના વરિષ્ઠ નેતા તેમજ બિહારના પૂર્વ ઉપ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદી(સુમો)ની વચ્ચે સોશિયલ મીડિયા પર જંગ છેડાઈ ગઈ છે અને આ માધ્યમ થકી એકબીજા પર હુમલો કરવાનો કોઈ મોકો છોડતા નથી.

લાલુ યાદવે ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી બનાવવા પર સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને રાજ્યના પૂર્વ ઉપમુખ્યમંત્રી રહેલા સુશીલ કુમાર મોદી પર એક વાર ફરીથી નિશાન સાધતા લખ્યું કે, “તમે કાન વિંધાવી લો, માથું મુંડાવી લો, વેશ બદલી લો. શાયદ તમારું કઈં ભલું થઈ જાય. વધું દુઃખી  ન થશો, આ લોકોએ તમને શપથ ગ્રહણ સમારંભમાં પણ ન બોલાવ્યા.”

Tweet-Sushilkumar

જો કે લાલૂ યાદવે પોતાના ટ્વીટમાં સુમોનો એક સ્ક્રીન શોટ પણ જોડી દીધો છે જેમાં લખવામાં આવ્યું છે કે, “યોગીને મુખ્યમંત્રી બનવાથી એટલા આધાતમાં છે કે શું ગાળ આપે તે સમજમાં નથી આવતું.”

પહેલા પણ થઈ ચૂકી છે ચર્ચા
સુશીલકુમાર મોદી અને લાલુની વચ્ચે ટ્વિટર પર પહેલા પણ રોધ-પ્રતિરોધ થઈ ચૂક્યો છે. ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ બહુમતિ મળ્યા પછી સુશીલ મોદીએ લાલૂ પર નિશાન સાધતા ટ્વિટર પર પૂછ્યું હતું કે ‘શું સ્થિતિ છે.’ મોદીએ ટ્વીટ પર લાલૂને પણ લખ્યું હતું કે, “ઠીક બા, દેખા ના, ભાજપે તમને યુપીમાં ન ઘુસવા દીધા તો ફાયદો થયો.”

ઉલ્લેખનિય છે કે યોગી આદિત્યનાથે રવિવારે  યૂપી સીએમ પદના શપથ લીધાં. યોગીના શપથ સમારોહમાં પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ સહિત ભાજપના અનેક નેતા હાજર હતા.