Lalu Yadav got bail from Ranchi High Court under Deoghar Treasury Case
  • Home
  • Featured
  • ઘાસચારા કૌભાંડ: લાલુ યાદવને હાઇકોર્ટથી મળી રાહત, પાસપોર્ટ જમા કરાવવા આદેશ

ઘાસચારા કૌભાંડ: લાલુ યાદવને હાઇકોર્ટથી મળી રાહત, પાસપોર્ટ જમા કરાવવા આદેશ

 | 4:17 pm IST

રાષ્ટ્રીય જનતા દળ(રાજદ) અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવને રાંચી હાઇકોર્ટથી મોટી રાહત મળી છે. બહુચર્ચિત ઘાસચારા ગોટાળાના દેવઘર ટ્રેઝરી મામલે સજાનો અડધો સમયગાળો પસાર થયા હોવાનો આધાર બનાવી લાલુ તરફથી જામીન માટે અરજી કરવામાં આવી હતી. જેના પર સુનાવણી કરતા રાંચી હાઇકોર્ટે લાલુ યાદવને 50-50 હજારની ચુકવણી પર જામીન આપ્યા છે. આ સાથે જ કોર્ટે લાલુ યાદવને પાસપોર્ટ જમા કરાવવાનો આદેશ પણ આપ્યો છે.

આપને જણાવી દઈએ કે ઘાસચારા કૌભાંડમાં છેલ્લે 5 જુલાઈએ સુનાવણી થઈ હતી. પરંતુ લાલુ પ્રસાદ યાદવને રાંચી હાઇકોર્ટે રાહત આપી નહોતી. લાલુ યાદવે જામીન માટે અરજી કરી હતી. તેના પર સુનાવણી કરતા કોર્ટે આગામી તારીખ 12 જુલાઈ નક્કી કરી હતી. લાલુ યાદવ ઘાસચાર ગોટાળા મામલે રાંચીની એક જેલમાં બંધ છે. મીડિયા રિપોર્ટ મુજબ દેવઘર ટ્રેઝરી મામલામાં જામીન મળવા છતાંય લાલુ પ્રસાદ આજે જેલમુક્ત નહીં થઈ શકે. કારણ કે જેલથી બહાર આવવા માટે તેમને અન્ય બે મામલા, ચાઇબાસા અને દુમકામાં પણ જામીન મેળવવા પડશે. જોકે, તેમને થોડી રાહત જરૂર મળી છે. આ ચુકાદાના કારણે તેમને અન્ય બે મામલામાં જામીન મળવાનો રસ્તો સરળ બની જશે.

ઉલ્લેખનીય છે કે, લાલુ યાદવને દેવઘર ટ્રેઝરી મામલે સીબીઆઈની કોર્ટે સાડા ત્રણ વર્ષની સજા ફટકારી છે. તેમાંથી અડધાથી વધુ સજા લાલુએ ભોગવી લીધી છે અને તેનો જ આધાર બનાવી લાલુ યાદવ તરફથી જામીન માંગવામાં હતા. ઘાસચાર ગોટાળામાં દોષી પુરવાર થતા 23 ડિસેમ્બર 2017ના રોજથી લાલુ રાંચીની હોટવાર જેલમાં કેદ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન