gujarati Film Lamboo Rastoo Will Be Released in Theater from 7th September
  • Home
  • Entertainment
  • આવતીકાલથી સિનેમાઘરોમાં રજૂ થવા જઈ રહી છે ફિલ્મ ‘લાંબો રસ્તો’, રીલીઝ પહેલા જ તોડ્યો રેકોર્ડ

આવતીકાલથી સિનેમાઘરોમાં રજૂ થવા જઈ રહી છે ફિલ્મ ‘લાંબો રસ્તો’, રીલીઝ પહેલા જ તોડ્યો રેકોર્ડ

 | 6:07 pm IST

સિનેમાઘરોમાં 7 સપ્ટેમ્બરથી રજૂ થવા જઇ રહેલી ગુજરાતી ફિલ્મ ‘લાંબો રસ્તો’ પોતાની કથા-મ્યૂઝિક અને દમદાર એક્ટિંગથી યાદ રહી જાય તો નવાઈ નહી. આ ફિલ્મમાં જય સોની, શ્રેણુ પરિખ, મૌલિક પાઠક, મનોજ જોષી અને અનંગ દેસાઇ જોવા મળશે.

ફિલ્મની વાર્તા બાપ અને દીકરીની આત્મિયતાને લઇને છે જેમાં બાપ અને દીકરી વચ્ચેની લાગણીઓને રસપ્રદ રીતે દર્શાવવામાં આવી છે. ફિલ્મનું ટ્રેલર રીલીઝ થઇ ચુક્યું છે અને ટ્રેલરે અત્યાર સુધી રીલીઝ થયેલા તમામ ગુજરાતી ફિલ્મોનાં ટ્રેલરનાં રેકોર્ડ્સ તોડી દીધા છે.

ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવી રહેલા જય સોનીએ જણાવ્યું કે, “ફિલ્મની સ્ક્રિપ્ટ, ડાયલૉગ્સ અને મ્યૂઝિક જબરદસ્ત છે. કેટલાક સીન્સ એવા છે જે જોઇને લોકોનાં રૂવાંટા ઉભા થઇ જાય તેવા છે. ફિલ્મ બાપ-દીકરીનાં સંબંધો પર આધારિત છે.” આ ફિલ્મનું દિગ્દર્શન તેમજ સ્ક્રિપ્ટ મિહિર ભૂતાએ લખી છે. જય સોનીએ ‘દિલ માંગે મોર’, ‘ફિદા’, ‘બુઢ્ઢા મર ગયા’ જેવી ફિલ્મોમાં અને ‘બા, બહુ ઔર બેબી’, ‘ધરતી કા વીર યોદ્ધા પૃથ્વીરાજ ચૌહાણ’ અને ‘લાલ ઇશ્ક’ જેવી ટીવી સીરીયલ્સમાં કામ કર્યું છે.

આ ફિલ્મ દ્વારા શ્રેણુ પરિખ પ્રથમવાર ગુજરાતી ફિલ્મમાં જોવા મળશે. શ્રેણુ પરિખે કહ્યું કે, “હું કોઇક ચેલેન્જિંગ રોલની રાહ જોતી હતી. આ ફિલ્મની સ્ક્રિપ્ટ સારી લાગતા ફિલ્મમાં જોડાઈ.” આ પહેલા તેમણે ટેલીવિઝનમાં કામ કર્યું છે. તેમણે ‘ગુલાલ’, ‘હવન’, ‘ઇસ પ્યાર કો ક્યા નામ દું’ અને ‘ઇશ્કબાઝ’ જેવી સીરીયલ્સમાં કામ કર્યું છે.