ઘરમાં કલર લેમિનેશન કરાવવાનું વિચારો છો? તો જાણી લો પહેલા તેના ખર્ચા વિશે - Sandesh
  • Home
  • Lifestyle
  • ઘરમાં કલર લેમિનેશન કરાવવાનું વિચારો છો? તો જાણી લો પહેલા તેના ખર્ચા વિશે

ઘરમાં કલર લેમિનેશન કરાવવાનું વિચારો છો? તો જાણી લો પહેલા તેના ખર્ચા વિશે

 | 6:33 pm IST

કલર-લેમિનેશન પ્રમાણમાં એક મોંઘી પ્રોસેસ છે. એમાં અનેક પ્રકારનાં મટીરિયલ તથા કલાકોની મહેનતની આવશ્યકતા રહે છે. કોઈ એક ફર્નિચરના પીસ પર આ પ્રકારની પ્રોસેસ કરવામાં 15-20 દિવસથી માંડીને કેટલીક વાર એકથી દોઢ મહિના જેટલો સમય લાગી જાય છે, જેના પરિણામે સ્વાભાવિક રીતે એની કોસ્ટ પણ વધી જાય છે. તેથી એક સ્ક્વેર ફુટ કલર-લેમિનેશનનો અંદાજિત ખર્ચ લગભગ 400 રૂપિયા જેટલો થઈ શકે છે.

જોકે જેમનું આટલું બધું બજેટ ન હોય તેમના માટે હવે રેડીમેડ લેમિનેટેડ શીટ્સ પણ મળવા લાગી છે. આ શીટ્સ સનમાઇકાની જેમ ફર્નિચર પર લગાડી દેવાથી એનો લુક કલર-લેમિનેશન જેવો જ આવે છે. બલકે હવે તો બજારમાં આવી લેમિનેટેડ શીટ્સ પ્લેન કલર્સ ઉપરાંત વિવિધ ડિઝાઇન્સમાં પણ મળવા લાગી છે, પરંતુ જો તમારો ઇરાદો દાયકાઓ સુધી એ જ ફર્નિચર વાપરવાનો હોય તો આવી ડિઝાઇનવાળી શીટ્સ વાપરવા કરતાં આંખોને ગમે એવા આછા-ઘેરા રંગોનું કોમ્બિનેશન ધરાવતી શીટ્સ વાપરવી વધુ બહેતર રહેશે.

આમ, જો તમે ફર્નિચર પર કલર-લેમિનેશન કરાવો કે એના પર લેમિનેટેડ શીટ્સ લગાડો, એ બેનો હેતુ એક જ રહેવાનો. બન્નેના ફાયદા પણ લગભગ સરખા જ થવાના, પરંતુ બન્નેના દેખાવમાં આસમાન-જમીનનો ફરક તો રહેવાનો જ એ સત્યને ક્યારેય નકારી શકાય નહીં.