Lander, Rover and Orbiter, special part of Chandrayaan-2, know about its specialty
  • Home
  • Featured
  • ચંદ્રયાન-2ના ખાસ ભાગ લેન્ડર, રોવર અને ઓર્બિટર, જાણો તેની ખાસિયત

ચંદ્રયાન-2ના ખાસ ભાગ લેન્ડર, રોવર અને ઓર્બિટર, જાણો તેની ખાસિયત

 | 1:43 pm IST

ચંદ્રયાન-૨ દુનિયાનું એવું પહેલું યાન રહેશે જે ચંદ્રની ધરતીના દક્ષિણ ધ્રુવ પર ઊતરશે. ચંદ્રયાન-2ને ખાસ બનાવે છે તેના જુદા-જુદા ભાગો.. લેન્ડર, રોવર અને ઓર્બિટર. શુ છે આ તમામની ખાસિયતો જોઇએ આ વીડિયોમાં..જેમા લેન્ડરનું નામ વિક્રમ રાખવામાં આવ્યું છે. એનું વજન ૧,૪૦૦ કિલો અને લંબાઈ ૩.૫ મીટર છે. એમાં ૩ પેલોડ (વજન) હશે. આ ચંદ્રમા ઉપર ઊતરીને રોવરને સ્થાપિત કરશે.

ઓર્બિટરનું વજન ૩,૫૦૦ કિલો અને લંબાઈ ૨.૫ મીટર છે. એ પોતાની સાથે ૮ પેલોડ લઈને જશે. આ તેના પેલોડ સાથે ચંદ્રમાની ફરતે ચક્કર લગાવશે. ઓર્બિટર અને લેન્ડર ધરતીના સીધા સંપર્કમાં રહેશે પણ રોવર સીધો સંવાદ નહીં કરી શકે. એનું નામ પ્રજ્ઞાન રાખવામાં આવ્યું છે. જેનો અર્થ થાય છે બુદ્ધિ. એનું વજન ૨૭ કિલોગ્રામ રહેશે. એની લંબાઈ એક મીટર છે. આ સોલર એનર્જીથી ઓપરેટ થશે અને એના ૬ પૈડાંની મદદથી ચંદ્રમાની ધરતી પર ફરીને માટી અને પથ્થરોના નમૂના જમા કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન