ભારે વરસાદના કારણે વૈષ્ણો દેવી પાસે અર્ધકુમારીમાં લેન્ડસ્લાઈડ થતા 4 શ્રદ્ધાળુઓના મોત - Sandesh
  • Home
  • India
  • ભારે વરસાદના કારણે વૈષ્ણો દેવી પાસે અર્ધકુમારીમાં લેન્ડસ્લાઈડ થતા 4 શ્રદ્ધાળુઓના મોત

ભારે વરસાદના કારણે વૈષ્ણો દેવી પાસે અર્ધકુમારીમાં લેન્ડસ્લાઈડ થતા 4 શ્રદ્ધાળુઓના મોત

 | 9:10 am IST
  • Share

જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદના કારણે વૈષ્ણોદેવી પાસે અર્ધકુમારીમાં ભેખડ ધસી પડતા 4 યાત્રાળુઓના મોત નિપજ્યાં છે. આ અકસ્માતમાં 6 શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત પણ થયા છે. જેમાંથી ત્રણની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે.

અત્રે જણાવવાનું કે કાશ્મીર ઘાટીમાં છેલ્લા કેટલાક દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. લેન્ડસ્લાઈડ અર્ધકુમારીની ગુફા પાસે થયો છે. મળતી માહિતી મુજબ 3 શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં છે.

જે જગ્યાએ લેન્ડસ્લાઈડ થયું તે જગ્યા વૈષ્ણોદેવી મંદિરથી લગભગ 6 કિલોમિટર દૂર છે. આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા શ્રદ્ધાળુઓને નારાયણા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. મોટાભાગના શ્રદ્ધાળુઓને માથાંમાં ઈજા થઈ છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો