બદ્રીનાથ જવાના રસ્તે વિષ્ણુપ્રયાગ પાસે ભૂસ્ખલન, હજારો યાત્રીઓ ફસાયા - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.0425 +0.25
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • બદ્રીનાથ જવાના રસ્તે વિષ્ણુપ્રયાગ પાસે ભૂસ્ખલન, હજારો યાત્રીઓ ફસાયા

બદ્રીનાથ જવાના રસ્તે વિષ્ણુપ્રયાગ પાસે ભૂસ્ખલન, હજારો યાત્રીઓ ફસાયા

 | 8:50 pm IST

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં સતત થઈ વરસી રહેલા વરસાદના કારણે હવે મુસાફરો માટે મુસિબત ઊભી થઈ ગઈ છે. આજે વિષ્ણુપ્રયાગ નજીક હાથીપહાડમાં ચટ્ટાન ધસી પડતા બદ્રીનાથ હાઈવે સંપૂર્ણ રીતે બંધ થઈ ગયો. આ કારણે લગભગ 15000 જેટલા લોકો રસ્તામાં ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. આ ભૂસ્ખલન બાદ પ્રશાસને લોકોને રસ્તામાં જ રોકી દીધા છે. બપોરે ત્રણ વાગ્યેને 23 મીનિટ પર હાથી પહાડમાં અચાનક જ ચટ્ટાન તૂટીને પડયા બાદ હાઈવેનો 50 મીટરનો ભાગ ક્ષતિગ્રસ્ત થઈ ગયો.

હાથીપહાડમાં બંને બાજુએ 500થી વધુ નાના મોટા વાહનો ફસાયેલા છે. બદ્રીનાથ ધામમાં ફસાયેલા યાત્રીઓને હાલ ત્યાં જ રોકાઈ જવાનું જણાવાયું છે. જ્યારે બદ્રીનાથ ધામ જનારા યાત્રીઓને જોશીમઠ, પીપલકોટી, ચમોલી વગેરે યાત્રી પડાવો પર રોકાવા જણાવાયું છે. પ્રશાસનિક અનુમાન મુજબ બદ્રીનાથ ધામમાં 15000 જેટલા યાત્રીઓ ફસાયા છે જ્યારે અન્ય યાત્રા પડાવો પર લગભગ 10000 જેટલા યાત્રીઓ હાજર છે. હાથી પહાડથી બદ્રીનાથ તરફ ફસાયેલા યાત્રીઓને પ્રશાસને ગોવિંદઘાટ ગુરુદ્વારામાં રોકવાની વ્યવસ્થા કરી છે.

પ્રશાનના નિર્દેશો પર ગુરુદ્વારા પ્રબંધક કમિટિએ ભોજનની વ્યવસ્થા પણ કરી છે. ચમોલીના જિલ્લાધિકારી આશીષ જોશીના જણાવ્યાં અનુસાર હાઈવે આવતી કાલ સુધીમાં ખુલી જાય તેવી આશા છે. આવામાં યાત્રીઓને કર્ણપ્રયાગ, નંદપ્રયાગ, ચમોલી, પીપલકોટી, જોશીમઠમાં રોકવામાં આવી રહ્યાં છે. બદ્રીનાથમાં હાજર યાત્રીઓને બદ્રીનાથમાં જ રોકાવવાનું કહેવાયું છે.

ચમોલીના જિલ્લાધિકારી આશીષ જોશીએ જણાવ્યું કે સીમા સડક સંગઠનના જવાનો કાટમાળને સાફ કરવામાં લાગ્યાં છે અને આવતી કાલે બપોર સુધીમાં હાઈવે પર અવરજવર શરૂ કરી દેવાશે. તેમણે જણાવ્યું કે બદ્રીનાથની યાત્રા પર આવેલા શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન થાય તે માટે તેમને જોશીમઠ, પીપલકોટી, કર્ણપ્રયાગ, ગોવિંદઘાટ અને બદ્રીનાથમાં જ સુવિધાજનક સ્થાનો પર રોકાવાનું જણાવાયું છે. હાઈવે જોશીમઠ અને બદ્રીનાથ વચ્ચે વિષ્ણુપ્રયાગ નજીક બંધ છે. બપોર બાદ અચાનક હાથીપહાડ પરથી ચટ્ટાન ધસવાની શરૂ થઈ ગઈ હતી જેના કારણે નેશનલ હાઈવેથી લઈને અલકનંદા નદી સુધીનો મોટો વિસ્તાર કાટમાળથી ભરાઈ ગયો.