Laos Become Latest China Debt Trap Victim With BRI
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ડ્રેગને ધીમે ધીમે અસલી રંગ દેખાડવાનું શરૂ કર્યું, PAK-નેપાળ બાદ હવે આ દેશનો આવ્યો વારો

ડ્રેગને ધીમે ધીમે અસલી રંગ દેખાડવાનું શરૂ કર્યું, PAK-નેપાળ બાદ હવે આ દેશનો આવ્યો વારો

 | 6:39 pm IST

ચીન દુનિયા આખીમાં ધીમે ધીમે પગપેસારો કરી રહ્યું છે. દેવાની જાળમાં ફસાવીને નાના દેશોને અપ્રત્યક્ષ રીતે ગુલામ બનાવી રહ્યું છે. પાકિસ્તાન, નેપાળ, દક્ષિણ આફ્રિકાનો દેશ જીબુટી તેના ઉત્તમ ઉદાહરણ છે. હવે લાઓસ નામના નાનકડા દેશને ચીને દેવાની જાળમાં બરાબરનું ફસાયું છે.

ચીનનું અબજો ડૉલરનું દેવુ ના ચુકાવી શકવાની સ્થિતિમાં હોવાથી લાઓસને પોતાની પાવગ ગ્રીડ ચીનની સરકારી કંપનીને સોંપી દેવાનો વારો આવ્યો છે. હાવર્ડ બિઝનેસ રિવ્યુના રિપોર્ટ પ્રમાણે ચીનની સરકાર અને તેની કંપનીઓએ 150 જેટલા દેશોને 1.5 ટ્ર્રિલિયન ડૉલર એટલે કે 112 લાખ 50 હજાર કરોડ રૂપિયાની લોન આપી રાખી છે.

ચીન તેના પાડોશી દેશ લાઓસમાં અબજ ડોલરના ખર્ચે હાઇ સ્પીડ રેલ કોરિડોર બનાવવાનું કામ કરી રહ્યું છે. આ ટ્રેક પરની પહેલી ટ્રેન 2 ડિસેમ્બર, 2021 ના ​​રોજ લાઓ રાષ્ટ્રીય દિવસ પર રાજધાની વિયેન્ટિને પહોંચવાની છે. લાઓસ ચીનના મહત્વાકાંક્ષી પ્લાન બેલ્ટ અને માર્ગ પહેલનો નવો શિકાર છે.

સરકાર સાથે તેના સંબંધો બગડવાની શરૂઆત થઈ ત્યારે ચીન હવે આ લોન ભરપાઈ કરવા માટે દબાણ કરી રહ્યું છે. વિદેશી વિનિમય ભંડોળ નીચે આવી જતાં લાઓસને હવે લોન ડિફોલ્ટર થવાનું જોખમ છે. ચીન પાસેથી વધુ સમયમર્યાદા માંગી છે. લાઓસે મેકોંગ નદી પર કેટલાક હાઇડ્રો પાવર અને હાઈસ્પિડ રેલ પ્રોજેક્ટ માટે ચીન પાસેથી અબજો ડોલર ઉધાર લીધા છે. ચાઇના પાસે આ પ્રોજેક્ટનો 70 ટકા હિસ્સો છે, જ્યારે લાઓસને 30 ટકા હિસ્સો આપવામાં આવે છે.

લાઓસ સરકાર ચીનને લોનના બદલામાં રાષ્ટ્રીય ઇલેક્ટ્રિક પાવર ગ્રીડનો મોટો ભાગ ચીનની રાજ્ય વીજ કંપની ચાઇના સધર્ન પાવર ગ્રીડ કંપનીને આપવા જઈ રહી છે. લાઓસ ચીનને કરવામાં આવનારી ચૂકવણી કરવા માટે થોડો સમય આપશે. લાઓસના ઉર્જા પ્રધાન ખમ્મની અંતરથે કહ્યું હતું કે, સરકારી વીજ કંપનીમાં ચીની કંપનીને માલિકી આપવાથી અનુભવ, તકનીકી અને માનવ સંસાધનોમાં ફાયદો થશે.

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ચીન પાકિસ્તાનને CPECના નામે ધોળા દિવસે મીઠા મધુરા સપનાઓ દેખાડીને અબજો ડૉલરની લોન આપી છે. હવે પાકિસ્તાન આ લોન તો શું તેનું વ્યાજ પણ ભરી શકે તેમ નથી. આવુ જ કંઈક નેપાળ સાથે થવા જઈ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન