NIFTY 10,224.95 -96.80  |  SENSEX 33,033.56 +-281.00  |  USD 65.4200 +0.26
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • ફ્લાઈટમાં વધુ એક ખતરો- મોબાઈલ બાદ હવે આ ગેજેટમાં લાગી આગ

ફ્લાઈટમાં વધુ એક ખતરો- મોબાઈલ બાદ હવે આ ગેજેટમાં લાગી આગ

 | 8:45 pm IST

ઈન્ડિગોની એક ફ્લાઈટમાં ઉડાન દરમિયાન એક લેપટોપમાં આગ લાગવાનો મામલો સામે આવ્યો છે. તિરૂવનંતપુરમ બેંગ્લોરની ફ્લાઈટમાં લાગેલી આ આગને અગ્નિશામકની મદદથી ઓલવવામાં આવી હતી. ઘટના શનિવાર (11 નવેમ્બર)ની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ફ્લાઈટ નંબર 6E-445 (VT-IGC)માં સવાર યાત્રીઓએ ક્રૂ મેમ્બર્સને જાણકારી આપી કે એક કાળી બેગમાંથી સળગવાની ગંધ આવી રહી છે. ત્યાર બાદ ક્રૂ મેમ્બર્સે અગ્નિશામક દ્વારા આગ પર કાબૂ મેળવીને ત્યાં બેસેલા યાત્રીઓને બીજી જગ્યાએ શિફ્ટ કર્યા હતા. તે ઉપરાંત ફ્લાઈટ લેન્ડ થઈ ત્યાર સુધી લેપટોપને પાણીમાં ડૂબોળીને રાખવામાં આવ્યો હતો.

જણાવી દઈએ કે, આ પહેલા ફ્લાઈટમાં ઉડાન દરમિયાન ઘણા મોબાઈલમાં આગ લાગવાના સમાચાર સામે આવી ચૂક્યા છે. પાછલા મહિને દિલ્હીથી ઈન્દોર જઈ રહેલ એક ફ્લાઈટમાં મોબાઈલ ફોનમાં આગ લાગી ગઈ હતી.