Largest Hindu Temples In The India see these picture
  • Home
  • Featured
  • Photos: આ છે દેશની ધરોહર સમા 10 સૌથી મોટા વિશાળ ધાર્મિક સ્થળ, તમે પણ નિહાળો નજારો

Photos: આ છે દેશની ધરોહર સમા 10 સૌથી મોટા વિશાળ ધાર્મિક સ્થળ, તમે પણ નિહાળો નજારો

 | 11:34 am IST

અયોધ્યા વિવાદ મામલે સુપ્રીમ કોર્ટે શનિવારે પોતાનો અંતિં નિર્ણય જણાવ્યો હતો જેમાં રામ મંદિર વિવાદિત સ્થળ પર બનશે અને મસ્જિદ નિર્માણ માટે અયોધ્યામાં પાંચ એકર જમીન અલગથી આપશે. સુપ્રીમ કોર્ટે વિવાદિત 2.77 એકરની પૂરી જમીન રામલાલ વિરાજમાનને આપી દીધી છે. સુપ્રીમ કોર્ટે તેના અંતિમ નિર્ણયમાં 67 કરોડ જમીન પર રામ મંદિર નિર્માણ બનાવનાર ટ્રસ્ટને આપી દીધી છે. આજે આપણે વાત કરીશું દેશના આવા જ વિશાળ મંદિરોની જેની સાથે લાખો શ્રદ્ધાળુઓની આસ્થા જોડાયેલી છે.

શ્રી રંગનાથ મંદિર (શ્રીરંગમ)
તમિલનાડુમાં સ્થિત ત્રિચીમાં બનેલ શ્રીરંગનાથ મંદિર દુનિયાનું બીજું સૌથી મોટુ મંદિર છે. આ વિષ્ણુ મંદિર છે જે 6,31,000 વર્ગમીટર એટલેકે લગભગ 155.9 એકરમાં ફેલાયેલ છે. મંદિરમાં ભગવાનના દર્શન માટે દૂર દૂરથી ભાવિકો આવે છે.

અક્ષરધામ મંદિર
દેશની રાજધાની દિલ્હીમાં બનેલ અક્ષરધામ મંદિર સ્વામીનારાયણ સંપ્રદાયનું સૌથી મોટા પ્રતીકમાંનુ એક છે. આ પ્રખ્યાત પર્યટન સ્થળ છે જે લગભગ 2,40,000 વર્ગમીટર એટલેકે લગભગ 59.3 એકરમાં બનેલ છે. અહીં દેશ-વિદેશથી દર્શનાર્થીઓ આવે છે. ભગવાન સ્વામીનારાયણમાં શ્રદ્ધા ધરાવનાર ભક્તો અહીં દર્શન કરી ધન્યતા અનુભવે છે.

થિલ્લઈ નટરાજ મંદિર
તમિલનાડુ કુદરતી સૌંદર્ય અને ત્યાં રહેલા પ્રખ્યાત ધાર્મિક સ્થળોને કારણે પ્રખ્યાત છે. તમિલનાડુના ચિદમ્બરમમાં આવેલ ‘ચિદમ્બરમ મંદીર’ ભગવાન શિવની આસ્થાનું પ્રતીક છે. ભોલેભંડારીને ભજવા અહીં દૂર દૂરથી ભક્તો આવે છે. આ ખુબજ પ્રખ્યાત તિર્થસ્થળ છે. લગભગ 1,60,000 વર્ગમીટર એટલેકે લગભગ 39 એકરમાં વિસ્તરેલ આ મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે.

બેલૂર મઠ
બેલૂર મઠ ભારત દેશના પૂર્વ ભાગમાં આવેલ પશ્ચિમ બંગાળરાજ્યમાં હુગલી નદીના પશ્ચિમ કિનારા પર બેલૂર ખાતે સ્થિત છે. અહીં રામકૃષ્ણ મિશન તથા રામકૃષ્ણ મઠનાં મુખ્યાલયો આવેલ છે. આ મઠના વાસ્તુમાં હિંદુ, ઈસ્લામ તથા ખ્રિસ્તી તત્વોનું સંમિશ્રણ કરવામાં આવેલ છે, જે ધર્મોની એકતાનું પ્રતીક છે. આ મઠ સંકૂલની સ્થાપના ઈ. સ. 1897ના વર્ષમાં સ્વામી વિવેકાનંદે કરી હતી. અહીં માં આદ્યશક્તિ મહાકાળીની પૂજા અર્ચના કરવામાં આવે છે. આ દુનિયામું પાંચમુ વિશાળ હિન્દુ ધર્મસ્થળ છે.

બૃહદેશ્વર મંદિર
તમિલનાડુના તંજૌરનું બૃહદેશ્વર મંદિર વિશાળકાય મંદિરોમાં મુખ્ય ચે. આ શિવ મંદિર 1000 વર્ષ પહેલા રાજારાજ ચોલા પ્રથમના નેતૃત્વમાં બનાવવામાં આવ્યુ છે. આ મંદિર લગભગ 10,24,00 વર્ગમીટર એટલેકે 25 એકરમાં વિસ્તરેલ છે.

અન્નામલાઈટર મંદિર
તમિલનાડુના તિરૂવન્નામલાઈમાં સ્થિત ભગવાન શિવજીનું આ મંદિર પોતાના ઉંચા સ્તંભોના કારણે ખુબજ લોકપ્રિય છે.

અકંબરેશ્વર મંદિર
દક્ષિણ ભારતનું કાંચીપુરમ સ્થિત અકંબરેશ્વર મંદિર વિશ્વના સૌથી મોટા મંદિરોમાં સ્થાન પામે છે. ભગવાન શિવનું આ મંદિર પાંચ મહાશિવ મંદિર તેમજ પંચભૂત સ્થળોમાંથી એક છે.

જંબૂકેશ્વરાર મંદિર
તમિલનાડુના તિરૂચિરાપલ્લી સ્થિત જંબૂકેશ્વરાર કે થિરૂવનાઈકવન મંદિર ભગવાન શિવના પંચબૂથા સ્થળોમાંથી એક છે. આ મંદિર 18 એકરની જમીન પર વિસ્તરેલ છે. તમને આંધ્રપ્રદેશ અને તમિલમાડુમાં આ રીતના મંદિરો જોવા મળશે.

મીનાક્ષી અમ્માન મંદિર
દેશના સૌથી મોટા મંદિરમાં ભગવાન શિવ અને માતા પાર્વતીનું મીનાક્ષી અમ્માન મંદિર પણ આવે છે. માતા મીનાક્ષીને અહીં માતા પાર્વતીની રૂપમાં માનવામાં આવે છે. તમિલનાડુમાં મદુરય સ્થિત આ મંદિરમાં ભગવાન શિવને સુંદરેશ્વરાર કહેવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન