#MeTooમાં ફસાયો દિગ્ગજ બોલર, ભારતની પ્લેબેક સિંગરે લગાવ્યો રેપનો આરોપ - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • #MeTooમાં ફસાયો દિગ્ગજ બોલર, ભારતની પ્લેબેક સિંગરે લગાવ્યો રેપનો આરોપ

#MeTooમાં ફસાયો દિગ્ગજ બોલર, ભારતની પ્લેબેક સિંગરે લગાવ્યો રેપનો આરોપ

 | 4:46 pm IST

સોશિયલ મીડિયાથી શરૂ થયલ #Metoo અભિયાનમાં બોલિવૂડ અને મીડિયા જગતના ઘણી નામી હસ્તીઓના ફસાયા બાદ હવે ક્રિકેટર્સનું નામ પણ સામે આવવા લાગ્યું છે. પહેલા શ્રીલંકાના પૂર્વ કેપ્ટન અર્જુન રણતુંગા પર યૌન ઉત્પીડનના આરોપ લાગ્યા હતા તો હવે આ મામલામાં બોલર લસિથ મલિંગા ફસાતો નજર આવી રહ્યો છે.

મલિંગા પર આરોપ લગાવ્યા છે ભારતની પ્લેબેક સિંગર ચિનમયી શ્રીપદાએ. સોશિયલ મીડિયા પર કોઇ અજાણ પીડિતાની વાત મૂક્તા શ્રીપદાએ પોસ્ટ લખી છે. જેમા આરોપ લગાવ્યો છે કે કેટલાક વર્ષ પહેલા આઇપીએલ દરમિયાન મુંબઇની એક હોટલમાં મલિંગાએ તે યુવતીનો રેપ કરવાનો પ્રયત્ન કર્યો હતો.

પીડિતાનાં જે નિવેદનને ચિનમયી શ્રીપદાએ પોસ્ટ કર્યું છે તેમા લખવામાં આવ્યું છે,’હું મારૂ નામ સામે લાવવા માંગતી નથી. કેટલાક વર્ષ પહેલા આઇપીએલ દરમિયાન મુંબઇની એક હોટલમાં પોતાની એક મિત્રને શોધી રહી હતી. અચાનક મને મલિંગા મળી ગયા અને તેમણે કહ્યું કે મારી મિત્ર તેમના રૂમમાં છે. હું ત્યાં પહોંચી તો ત્યા કોઇ ન હતું. મલિંગાએ મને પલંગ પર ધક્કો મારી દીધો અને મારી ઉપર સૂઇ ગયો. મેં પોતાને તેનાથી છોડાવાના પ્રયત્ન કર્યા પરંતુ મને સફળતા મળી નહી. મેં આંખો બંધ કરી નાંખી અને મલિંગા મારા ચહેરાનો ઉપીયોગ કરવા લાગ્યો. ત્યારે જ અચાનક ડોરબેલ વાગી અને હોટલનો સ્ટાફ કંઇક કામથી અંદર આવી ગયો. મેં તેનો ફાયદો ઉઠાવ્યો અને તરત જ વોશ રૂમમાં ચાલી ગઇ, જ્યાં ચહેરો સાફ કરી ત્યાંથી નિકળી ગઇ. મને ખબર છે કે લોકો કહેશે કે, તે પ્રખ્યાત વ્યક્તિ છે અને હું જાણી જોઇને તેની પાસે ગઇ હોઇશ.’

મલિંગાએ પોતાના પર લાગેલા આ આરોપો પર કોઇ સફાઇ આપી નથી. પરંતુ સોશિયલ મીડિયા પર ચિનમયી શ્રીપદાની આ ટ્વીટ વાયરલ થઇ રહી છે. મલિંગાએ પોતાના કરિયરમાં 30 ટેસ્ટ મેચોમાં 101 વિકેટ હાંસલ કરી છે અને 207 વન ડે મુકાબલામાં તેમના નામે 306 વિકેટ છે.