Last 24 hours In Gujarat received an average rainfall of 4.8 per cent and Saurashtra 11.76 per cent
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • 24 કલાકમાં ગુજરાતમાં સરેરાશ 4.8 ટકા અને સૌરાષ્ટ્રમાં 11.76 ટકા વરસાદ વરસ્યો, જાણો ક્યા કેટલો વરસાદ પડ્યો?

24 કલાકમાં ગુજરાતમાં સરેરાશ 4.8 ટકા અને સૌરાષ્ટ્રમાં 11.76 ટકા વરસાદ વરસ્યો, જાણો ક્યા કેટલો વરસાદ પડ્યો?

 | 8:42 am IST
  • Share

સતત બે દિવસથી દક્ષિણ  ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ પડતાં અને હજુ આગામી ચાર દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે જુલાઈ અને ઓગસ્ટ માસમાં વરસાદની પડેલી ઘટ પુરે તેવા એંધાણ દેખાઈ રહ્યાં છે.

મંગળવાર સવારના ૬ વાગ્યા સુધીના વિતેલા ૨૪ કલાકમાં જ ગુજરાતમાં સરેરાશ ૪.૮ ટકા વરસાદ નોંધાતા કુલ ટકાવારીનો આંક ૬૪.૪૪ ટકાથી વધીને ૬૯.૨૪ ટકાએ પહોચો ગયો છે. સૌથી વધુ સૌરાષ્ટ્ર ઝોનમાં સરેરાશ ૩.૩ ઈંચ એટલે કે, ૧૧.૭૬ ટકા વરસાદ ખાબકી ગયો છે. જેથી સૌરાષ્ટ્રમાં સિઝનનો કુલ ૮૦.૫૦ ટકા વરસાદ વરસી ગયો છે. આ ઉપરાંત ગઈકાલ સોમવાર સુધીમાં ૪૦થી ૮૫ ઈંચ વરસાદ થયો હોય તેવા કુલ ૨૩ તાલુકા હતી જે આજે વધીને ૨૯ થઈ ગયાં છે.

મંગળવાર સવારના ૬ વાગ્યા સુધીના વિતેલા ૨૪ કલાકમાં  ગુજરાતમાં સરેરાશ ૧.૬૧ ઈંચ એટલે કે, ૩.૨૩ ટકા જેટલો વરસાદ  વરસ્યો છે. ઝોન પ્રમાણે પડેલ વરસાદ અને ઉચકાયેલી ટકાવારીની  વાત કરીએ તો કચ્છ ઝોનમાં ૦.૭૫ ઈંચ વરસાદ પડતાં ટકાવારીમાં  ૪.૨૩ ટકાનો વધારો થયો છે.

ઉત્તર ગુજરાત ઝોનમાં ૦.૨૦ ઈંચ એટલે  કે, ૦.૬૮ ટકા, મધ્ય ગુજરાતમાં ૦.૫૭ ઈંચ એટલે કે, ૧.૭૭ ટકા,  સૌરાષ્ટ્ર ઝોનમાં ૩.૩ ઈંચ એટલે કે, ૧૧.૭૬ ટકા જ્યારે દક્ષિણ ઝોનમાં  ૧.૮૯ ઈંચ એટલે કે, ૩.૨૩ ટકા વરસાદ વરસ્યો છે.

   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન